ભાજપે પેટાચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર, પ્રિયંકા ગાંધી સામે મહિલા ઉમેદવારને ઉતારાયા


BJP announced candidates for by-elections  : ભાજપે 24 વિધાનસભા અને 1 લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપે આસામની 3, બિહારની 2, છત્તીસગઢની 1, કર્ણાટકની 2, કેરળની 2, મધ્યપ્રદેશની 2, રાજસ્થાનની 6 અને પશ્ચિમ બંગાળની 6 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી છે.

સોફ્ટવેર એન્જિનિયર નવ્યા હરિદાસ છેલ્લી બે ટર્મથી કોઝિકોડ કોર્પોરેશનના કરાપરમ્પ વોર્ડમાંથી કાઉન્સિલર છે અને તે કોર્પોરેશનમાં ભાજપના સંસદીય દળના નેતા છે. તેમણે કોઝિકોડ દક્ષિણ મતવિસ્તારમાંથી 2021ની વિધાનસભા ચૂંટણી લડી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો