ચીનની નૌસેનાએ તાઇવાનને ચારેય તરફથી ઘેરી કર્યું શક્તિપ્રદર્શન, USએ કરી આ અપીલ
- પૂર્વ પ્રશાંતમાં વમળો ઘુમરાઈ રહ્યા છે, પ્રશાંત અશાંત બને છે
- તાઈવાનના નવા પ્રમુખ લાઈ-ચિંગ તે ચીનના ઉગ્ર વિરોધી છે, પુર્વ પ્રમુખ ત્સાઈ-ઈંગ-વેન કરતા વધુ શાબ્દિક પ્રહારો કરે છે
તાઈવાન : સોમવારથી સામ્યવાદી ચીને તાઈવાન ફરતી યુદ્ધ કવાયતો શરૂ કરી દીધી છે અને તે નામે તે આ ટાપુ રાષ્ટ્રને યુદ્ધ જહાજોથી ઘેરી રહ્યું છે. તેના ફરતે યુદ્ધ વિમાનો ઉડાડી રહ્યું છે અને આ વ્યાપક યુદ્ધ કવાયત દ્વારા તે તાઈવાનને ડરાવી રહ્યું છે, પરંતુ લોખંડી છાતી ધરાવતા તેના પ્રમુખ લાઈ-ચિંગ તે જરા પણ ડગતા નથી. તો બીજી તરફ અમેરિકાએ ચીનને સંયમપુર્વક વર્તવા અનુરોધ કર્યો છે. નીરિક્ષકો ભીતિ સેવે છે કે જગતનું ધ્યાન જ્યારે પશ્ચિમે મધ્ય પુર્વ અને યુક્રેનમાં કેન્દ્રિત થયું છે ત્યારે પુર્વમાં ચીને તાઈવાન ઉપર હુમલો કરી ન બેસે.
Comments
Post a Comment