ભારત કે પાકિસ્તાન... સૌથી વધુ ગરીબો કયા દેશમાં ? UNએ જાહેર કર્યો પાંચ દેશનો રિપોર્ટ
UN Poverty Report : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં પાંચ દેશોના ગરીબીરેખા હેઠળ જીવતા લોકોના આંકડા જાહેર કર્યાં છે. જેમાં વિશ્વમાં એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં જીવે છે, જેમાંથી અડધા તો બાળકો છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 83 ટકાથી વધુ ગરીબ લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને આટલા જ ટકા લોકો સબ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં રહે છે.
112 દેશોના ડેટાનું વિશ્લેષણ
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફર્ડ 2010 થી દર વર્ષે બહુપરીમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડે છે.
Comments
Post a Comment