દિલ્હીની વાત : હરિયાણામાં ભાજપ નેતા ઈન્દ્રજિત નવ ધારાસભ્યોના ટેકા સાથે બળવાના મૂડમાં


નવી દિલ્હી : હરિયાણા ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યના ભાજપના સિનિયર નેતા રાવ ઈન્દ્રજિત સિંહ નવ ધારાસભ્યો સાથે બળવો કરવાના મૂડમાં છે એવા અહેવાલો બાદ ભાજપ હાઈકમાન્ડ દોડતું થયું છે. રાવ ઈન્દ્રજિત સિંહને રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી બનાવ્યા હતા, પરંતુ તેમને કેબિનેટ મંત્રી બનાવશે એવી અપેક્ષા હતી. ત્યારથી ભાજપથી નારાજ તો હતા જ. એ પછી હરિયાણામાં ભાજપે મુખ્યમંત્રીપદ માટે સૈનીના નામની જાહેરાત કરી ત્યારે પણ ઈન્દ્રજિતના સમર્થકોએ તેમને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવવાની માગણી કરેલી. બળવા બાબતે ખુદ ઈન્દ્રજિત તો રદિયો આપી રહ્યા છે, પરંતુ ચર્ચા એવી છે કે નવ ધારાસભ્યો ઈન્દ્રજિતને સમર્થન આપવા તૈયાર છે.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની