ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના વારસદાર બન્યા, જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત


જામનગરના રાજવી પરિવાર માટે આજે માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, અને તેઓના વારસદાર તરીકે ભારતના ખ્યાતનામ પૂર્વ ક્રિકેટ ખેલાડી અને મૂળ જામનગરના વતની જામસાહેબના પરિવારના જ સભ્ય એવા અજયસિંહજી જાડેજાને વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.


રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે વિજ્યાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો