ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને MEP હટાવી
Commodity News : કેન્દ્ર સરકારે તહેવાર ટાણે ખેડૂતોની હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા બાદ લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પણ દૂર કરી દીધી છે. સરકારે કોમોડિટીની નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર લાગુ પડતા ટન દીઠ 490 ડૉલરની MEP દૂર કરી છે.
સરકારે અગાઉ નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો હતો
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા એક સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે, ‘બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ માટેની MEPની જરૂરિયાતને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી છે.
Comments
Post a Comment