ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટી અપડેટ : ઝડપી તપાસ માટે SITની રચના, ઉચ્ચ અધિકારી સહિત આઠ સભ્યોને જવાબદારી સોંપાઈ

Police

SIT formed for  Vadodara Gang Rape Case : વડોદરાના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસની તપાસ ઝડપથી થાય અને કોર્ટમાં સત્વરે ચાર્જશીટ રજૂ કરવામાં આવે તે માટે રેન્જ આઈજી સંદીપ સિંધ દ્વારા આઠ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના નેતૃત્વમાં SIT રચાઈ છે. 

આઠ સભ્યોની SITની રચના

SITમાં એફએસએલ, હોસ્પિટલના અધિકારી અને મોબાઈલ પ્રોવાઈડર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા ગ્રામ્યના DYSP બી. એચ. ચાવડા, વડોદરા ગ્રામ્ય એલસીબીના PI કૃણાલ પટેલ, વડોદરા તાલુકાના PSI ગોહિલ, ત્રણ રાયટર ઉપરાંત LCBના PSI પેરવી ઓફિસર જવાબદારી નિભાવશે. SIT દ્વારા સામૂહિક દુષ્કર્મ કેસની તપાસને લઈને દૈનિક મોનીટરીંગ કરવામાં આવશે. અગાઉ આ કેસની તપાસ PSI કરતા હતા. જ્યારે હવે આ કેસની તપાસ DYSP ચાવડા કરશે.

આ પણ વાંચો : વડોદરા દુષ્કર્મના આરોપીઓને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા, 1000 ઘર, 45 કિ.મીના 1100 સીસીટીવી ફંફોળ્યા

ત્રણ આરોપીની ધરપકડ

વડોદરાના ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના મિત્રને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ કરી છે. જ્યારે સૈફ અલી વણઝારા, અજમલ વણઝારાની પણ પૂછપરછ માટે અટકાયત કરાઈ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો