જામનગરમાં ભારે વરસાદ વચ્ચે વીજળીનો કહેર, બે વ્યક્તિના મોત, છ લોકો દાઝ્યા
Jamnagar Rain : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળીનો કહેર જોવા મળ્યો હતો અને વરસાદી વીજળીમાં બે માનવ જિંદગી હોમાઈ ગઈ હતી, જ્યારે અન્ય ત્રણ બળદોના મૃત્યુ નીપજ્યા હતા. ઉપરાંત છ વ્યક્તિઓ પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ છે.
વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ
આ ઘટનાની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજ બાદ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આકાશમાં ભારે ગાજવીજ થઈ હતી અને લાલપુર તાલુકાના ગજણા ગામના ખેડૂત આદમભાઈ જુમાભાઈની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરબતભાઈ દાનાભાઈ સોલંકી નામના 45 વર્ષના યુવાન તેમજ તેમના સાળાના દીકરા રવિ પુનાભાઈ વાઘેલા નામના સાત વર્ષના બાળક કે જે બંનેના વરસાદી વીજળી પડવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા.
Comments
Post a Comment