'સંબંધ ત્યાં સુધી નહીં સુધરી શકે જ્યાં સુધી...', ભારતે પ્રધાનમંત્રીઓની બેઠકમાં ટ્રૂડોના દાવાને ફગાવ્યો
India - Canada News : લાઓસમાં આસિયાન શિખર સંમેલન દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતે ભારતે આજે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના એ દાવાને ફગાવી દીધો હતો કે બેઠક દરમિયાન "કેનેડિયનોની સલામતી" પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી ટ્રૂડો વચ્ચે વિએન્ટિયનમાં કોઈ નોંધપાત્ર ચર્ચા થઈ નથી."
કેનેડાની ધરતી પર ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અંગે વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, "ભારતને આશા છે કે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં અને કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. હિંસા, ઉગ્રવાદ અને આતંકવાદની હિમાયત કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે, જે અત્યાર સુધી નથી કરાઈ.
Comments
Post a Comment