‘જેહાદીઓના મોતનો બદલો લઈશું...’ આઠ રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસનું એલર્ટ


Bomb Blast Threat In Rajasthan : રાજસ્થાનમાં આઠ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાનો પત્ર મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. રાજ્યભરની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જયપુર, બિકાનેર, અલવર અને જોધપુર સહિત તમામ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. આ ધમકી મળ્યા બાદ અલવર જંકશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

રાજસ્થાનના કુલ આઠ રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

જયપુર, બિકાનેર અને જોધપુર સહિત રાજસ્થાનના કુલ આઠ રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુસાફરો અને ટ્રેનોની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હાલ સુધીમાં કોઇપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ પત્રમાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વિવિધ રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મોહમ્મદ સલીમ અન્સારી

ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ જૈશ-એ-મોહમ્મદના જમ્મુ અને કાશ્મીર વિસ્તારના કમાન્ડર મોહમ્મદ સલીમ અન્સારી તરીકે આપી છે. અલવર સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ તારા ચંદે જણાવ્યું છે કે, 'અલવર રેલવે સ્ટેશન સહિત તમામ આઠ રેલવે સ્ટેશનો પર સુરક્ષાને લઈને સતર્કતા વધારી દેવાઈ છે. આ તમામ રેલવે સ્ટેશનો પર પોલીસ ફોર્સ અને જીઆરપી પોલીસ ઉપરાંત સુરક્ષા દળો પણ તહેનાત કરવામાં આવી રહ્યા છે.'

રાજસ્થાન અને મધ્યપ્રદેશને લોહીથી રંગી દઈશું

આ પત્રની એક નકલ અલવરમાં મળી છે, જેમાં લખ્યું છે કે, 'હે ખુદા મને માફ કર, જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા અમારા જેહાદીઓના મૃત્યુનો બદલો અમે જરૂર લઈશું. અમે 30 ઓક્ટોબરે જયપુર, જોધપુર, અલવર, બિકાનેર, શ્રીગંગાનગર, બુંદી, ઉદયપુર, બિકાનેર, જયપુર ડિવિઝનને એલર્ટ કર્યા છે. મધ્યપ્રદેશના પણ રેલ્વે સ્ટેશનો, 2 નવેમ્બરે ઉજ્જૈન મહાકાલ મંદિર, જયપુરના ઘણાં ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન અને લશ્કરી સંસ્થાઓને પણ બોમ્બથી ઉડાવી દઈશું. રાજસ્થાન અને મધ્યપ્રદેશને લોહીથી રંગી દઈશું. જૈશ-એ-મોહમ્મદ, ખુદા હાફિઝ.'

સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી

આ પત્ર મળ્યા બાદ તત્કાલિન અલવર સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને દરેક શંકાસ્પદ વસ્તુ અને વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.

<="" p="">

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે