સરહદે શાંતિ, ભરોસો અને સન્માન જરૂરી : મોદી
- રશિયામાં બ્રિક્સ સંમેલન વચ્ચે મોદી-જિનપિંગની દ્વિપક્ષીય બેઠક
- ચીન પર ભરોસો કરાય? જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીથી સરહદે શાંતિનો રસ્તો ખુલી ગયો છે
- વિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બન્ને દેશોએ મતભેદોને દૂર કરી સાથે મળીને કામ કરવું જોઇએ : જિનપિંગ
- ગલવાન ઘાટીમાં ચીનના હુમલા બાદ ચાર વર્ષની તંગદિલી વચ્ચે મોદી-જિનપિંગ વચ્ચે પ્રથમ મુલાકાત
કઝાન : રશિયાના કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. ભારત અને ચીને લદ્દાખ સરહદેથી પોતપોતાના સૈન્યને પરત લઇ લેવા થયેલી સમજૂતી બાદ મોદી અને જિનપિંગ વચ્ચે આ બેઠક યોજાઇ હતી.
Comments
Post a Comment