ગુજરાતના શખસે આતંકી પ્રવૃત્તિ કરવી ભારે પડી, ISI સાથે મળીને રચ્યું હતું ષડયંત્ર, કોર્ટે જાહેર કર્યો દોષિત
Pak Backed Indian Defence Spying Case : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે એક નિવેદન જારી જણાવ્યું છે કે, લખનૌની વિશેષ અદાલતે ગુજરાતના એક વ્યક્તિને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને દેશમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે ષડયંત્ર ઘડવા બદલ દોષિત ઠેરવ્યો છે. જેમાં આરોપીને આઈપીસી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની જોગવાઈઓ હેઠળ છ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
છ વર્ષની સખત કેદની સજા ફટકારી
NIA પ્રમાણે, દેશના આ ગદ્દારની ઓળખ ગુજરાતના પશ્ચિમ કચ્છ જિલ્લાના રહેવાસી રાજકભાઈ કુંભાર તરીકે થઈ છે. NIAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજકભાઈ કુંભાર વર્ષ 2020માં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવાયેલો બીજા આરોપી છે, જેને આઈપીસી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની જોગવાઈઓ હેઠળ છ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
Comments
Post a Comment