હિઝબુલ્લાહે ઈઝરાયલ પર કહેર વર્તાવ્યો, 300 મિસાઈલો ઝિંકી, લાખોને બેઘર કરવાના સોગંદ લીધા


Israel vs Hezbollah | હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર 300થી પણ વધુ  મિસાઇલ છોડતા હાહાકાર મચી ગયો છે.લેબનોનનથી હીઝબુલ્લાહે તેની ફાદી-1 મિસાઇલ ઝિરાયેલના હાઇફા વિસ્તારમાં છોડી હતી. હાઇફા ઇઝરાયેલનું ત્રીજા નંબરનું મોટું શહેર છે. આ હુમલામાં કમસેકમ દસ લોકોને ઇજા થઈ છે. આ હુમલાના પગલે લોકો બોમ્બ શેલ્ટરોમાં છૂપાવવા દોટ લગાવી હતી. તેની સાથે તેણે ધમકી આપી છે અમે ગાઝાવાસીઓની જેમ લાખો ઇઝરાયેલીઓને પણ વિસ્થાપિત કરીશું. ે વરસાદ નોંધાઇ ચૂક્યો છે. આ દરમિયાન ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે હીઝબુલ્લાહના લોજિસ્ટિક યુનિટના વડા સુહૈલ હુસૈન હુસૈનીને ઠાર કર્યો છે. 

આ ઓપરેશનની વિગતો આપતા ઇઝરાયેલે જણાવ્યું હતું કે બૈરુતમાં આવેલા કમ્પાઉન્ડમાં સાતમી ઓક્ટોબરે કરેલા હુમલામાં સુહૈલ હુસૈન ઠાર થયો હતો. ઇન્ટેલિજન્સ ડિવિઝનની ખાસ સૂચનાના આધારે પગલું લેવામાં આવ્યું હતું. આ પહેલા તેણે ત્રીજી ઓક્ટોબરના રોજ હમાસના ત્રણ ટોચના કમાન્ડરોને ઠાર કર્યા હતા. આ દરમિયાન ઇઝરાયેલે તેના દક્ષિણ લેબનોનમાં ચાલતા ઓપરેશનમાં ૧૩૦ કસ્બા અને ગામમાંથી હિઝબુલ્લાહને ભગાડી દીધા છે. હવે તેણે ગામની સાથે નાના ટાઉન તરફ આગેકૂચ કરી છે. તેમા ઉત્તરી સરહદે થયેલા મોર્ટાર હુમલામાં ઇઝરાયેલના બે રિઝર્વ સૈનિકોના મોત થયા છે. 

ઇઝરાયેલે લેબનોનમાં વધુ એક ડિવિઝન મોકલવાની તૈયારી શરુ કરી છે. ઇઝરાયેલે લેબનોન પર સમુદ્ર માર્ગે આક્રમણ કરીશું તેમ જણાવતા માછીમારોને સમુદ્ર ન ખેડવા માટે જણાવ્યું છે. હાલમાં લેબનોનનમાં બે ઇઝરાયેલી ડિવિઝન તો હાજર છે અને ત્રીજી ઇઝરાયેલી ડિવિઝન ઘૂસી ચૂકી છે. બીજા શબ્દોમાં કહીએ તો ત્રીસ હજાર ઇઝરાયેલી સૈનિકો લેબનોનમાં હીઝબુલ્લાહના ખાતમા માટે ત્રાટક્યા છે. તેઓનો દાવો છે કે દક્ષિણ લેબનોનમાંથી અમે હીઝબુલ્લાહને સાફ કરી દઇશું. 

લેબનોનના દક્ષિણમાં ઇઝરાયેલને દક્ષિણ વિસ્તારમાં હીઝબુલ્લાહે છોડેલા શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો છે. ઇઝરાયેલને શંકા છે કે હીઝબુલ્લાહ પણ તેના પર હમાસની જેમ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતું. હીઝબુલ્લાહે ઇઝરાયેલના ત્રીજા નંબરના સૌથી મોટા શહેર હાઇફા પર ૩૦૦થી વધુ મિસાઇલ છોડયા. ઇઝરાયેલની સંરક્ષણ પ્રણાલિ પાંચ મિસાઇલને રોકવામાં નિષ્ફળ રહી હતી. પહેલી ઓક્ટોબરના રોજ ઇરાને ઇઝરાયેલ પર 180થી વધુ ઇઝરાયેલી ઠેકાણાઓ પર બોમ્બાર્ડિંગ કર્યુ હતું. ઇઝરાયેલ અત્યાર સુધી આ પ્રકારના રોકેટ અને મિસાઇલ મારાથી તેને બચાવવામાં સફળ રહ્યુ છે. તેના પર આ પ્રકારનો ત્રીજો હુમલો છે. ગયા વર્ષે હમાસે સાતમી ઓક્ટોબરના રોજ એક સાથે પાંચ હજાર રોકેટ છોડયા હતા. ઇઝરાયેલ આ ત્રણેય વખત તેના કારીબરોને પરત લેવા સંમત છે. 

હીઝબુલ્લાહના કાર્યકારી આગેવાને ધમકી આપી છે કે તેઓ ઇઝરાયેલની વધુને વધુ અંદર હુમલા કરશે. હીઝબુલ્લાહના કાર્યકારી નેતા નેખ નસીમ નઇમે જણાવ્યું હતું કે હજી પણ તેની લશ્કરી ક્ષમતા યથાવત્ છે. સમગ્ર લેબનોનમાં ઇઝરાયેલના હુમલાના લીધે સ્થિતિ અત્યંત ખરાબ છે. તેણે જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયેલના નાગરિકોની હાલત ગાઝાવાસીઓ જેવી કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો