કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં એન્જીયોપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સુધારા પર


Paresh Dhanani Has Suffered Heart Attack : મહારાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હૃદય રોગનો હળવો હુમલો આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન નાગપુરમાં તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને નાસિકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર, તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો