હિઝબુલ્લા ફફડી ગયું, ઈઝરાયલના ડરથી નસરલ્લાહની ગુપ્ત સ્થળે દફનવિધિ


Israel Killed Nasrallah : ઈઝરાયલે 27મી સપ્ટેમ્બરે હિઝબુલ્લાહના પ્રમુખ નસરલ્લાહને મોતને ઘાટ ઉતાર્યા બાદ હિઝબુલ્લાહ ફફડી ગયું છે. તેણે ઈઝરાયલથી ભયભીત થઈને નસરલ્લાહની ગુપ્ત સ્થળે દફનવિધિ પતાવી દીધી છે. મીડિયા રિપોર્ટમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલા એક સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે, હિઝબુલ્લાહને ડર હતો કે, ઈઝરાયેલ નસરલ્લાહના અંતિમ સંસ્કારને નિશાન બનાવી શકે છે, તેથી તેને ગુપ્ત સ્થળે દફનાવાયો છે. એવી પણ માહિતી મળી છે કે, નસરલ્લાહના જાહેરસ્થળે અંતિમ સંસ્કાર કરવાથી ઈઝરાયલ હુમલો કરી શકે છે.

નસરલ્લાહની સીક્રેટ દફનવિધિ

મીડિયા રિપોર્ટ મુજબ લેબેનોનના આતંકવાદી ગ્રૂપના એક નજીકના સૂત્રોએ કહ્યું છે કે, ઈરાનનું સમર્થન કરનારા ગ્રૂપના કેટલાક લોકોની હાજરીમાં નસરલ્લાહને સીક્રેટ સ્થળે દફન કરાયો છે. કારણ કે તેમને ડર હતો કે, જો દફનવિધિમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થશે તો ઈઝરાયલ ફરી હુમલો કરી શકે છે. ઈઝરાયલની સેના દ્વારા હાલ લેબનોનની રાજધાની બેરુત સહિત અનેક સ્થળે હુમલાઓ થઈ રહ્યા છે. બેરુતમાં વર્ષ 2006 પછી પહેલીવાર હુમલો થયો છે, જેના કારણે બેરુત અને લેબેનોનનો સંપર્ક તુટી ગયો છે.

આ પણ વાંચો : આતંકવાદીઓને ગુપ્ત સ્થળે કેમ દફન કરાય છે? લાદેનને પણ અમેરિકાએ દરિયાના પેટાળમાં દફનાવી દીધો હતો

લેબેનોન અમેરિકા પાસેથી ગેરંટી માંગવામાં અસફળ

શિયા મુસ્લિમ પરંપરામાં અસ્થાયી દફનવિધિ માટેની જોગવાઈ મુજબ જો પરિસ્થિતિના કારણે અંતિમ સંસ્કારમાં અડચણ આવે અથવા મૃતકની ઈચ્છા મુજબના સ્થળે દફન કરવામાં ન આવે, ત્યારે આવી રીતે દફન કરાવમાં આવે છે.  અહેવાલો મુજબ એક લેબેનોન અધિકારને ટાંકીને વિગતો મળી છે કે, હિઝબુલ્લાહે લેબેનોનના પ્રમુખ અધિકારીઓ દ્વારા સંયુક્ત રાજ્ય અમેરિકા પાસે ગેરંટી માંગી હતી કે, ઈઝરાયલ જાહેર અંતિમ સંસ્કારને નિશા ન બનાવે, પરંતુ તેઓ ગેરંટી મેળવી શક્યા નથી.

આ પણ વાંચો : ‘દુનિયાભરના મુસ્લિમો ઈઝરાયલ સામે એક થાઓ’, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું આહવાન

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો