કેમેસ્ટ્રીનું નોબેલ સંયુક્ત રીતે ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જોન બમ્પરને મળશે
- આ વર્ષનું રસાયણનું નોબેલ બે ભાગમાં અપાશે
- બેકર કમ્પ્યુટેબલ પ્રોટિન ડિઝાઈન માટે જ્યારે હસાબિસ અને જમ્પર પ્રોટિન સ્ટ્રક્ચરની ભવિષ્યવાણી માટે સન્માનિત
સ્ટોકહોમ : રસાયણ વિજ્ઞાનનું ૨૦૨૪નું નોબેલ ઇનામ ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જોન એમ જમ્પરને આપવામાં આવ્યું છે. આ વખતે આ ઇનામ બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. એક હિસ્સામાં ડેવિડ બેકરને અને બીજામાં ડેમિસ હસાબિસ અને જોન એમ જમ્પરની જોડીને આપવામાં આવ્યું છે. ડેવિડ બેકરને કમ્પ્યુટેશનલ પ્રોટિન ડિઝાઇન માટે ઇનામ મળ્યું છે.
Comments
Post a Comment