ઓડિશામાં વિનાશક વાવાઝોડું દાના ત્રાટક્યું 300 ફ્લાઈટ્સ અને 551 ટ્રેનો રદ કરાઈ
- સાત રાજ્યો પર અસર : 15 લાખથી વધુનું સ્થળાંતર : બંગાળમાં ત્રણ હોડી ડૂબતા 16 માછીમાર લાપતા
- પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડયો : ઓડિશામાં સ્કૂલ-કોલેજો, જગન્નાથ, કોણાર્ક મંદિર બંધ કરાયા
ભૂવનેશ્વર/કોલકાતા : ચક્રવાતી તોફાન દાના 'દાનવ' બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું. વાવાઝોડું ત્રાટકે તે પહેલાં તકેદારીના ભાગરૂપે ગુરુવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ અને ૫૫૨ ટ્રેનો રદ કરી દેવાયા હતા. આ સિવાય ઓડિશામાં ૧૦ લાખથી વધુ જ્યારે બંગાળમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી. વાવાઝોડાના કારણે ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય-પ્રદેશમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.
Comments
Post a Comment