Posts

Showing posts from August, 2025

અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 9 લોકોના મોત, દિલ્હી સુધી ધરા ધ્રૂજી, લોકો ઘર છોડી ભાગ્યા

Image
Afghanistan Earthquack News : રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ પાડોશી દેશ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે.  ભૂકંપથી ભારે વિનાશ વેરાયો  અહેવાલ અનુસાર, તેનાથી ભારે વિનાશ થયો છે અને ત્યાં 9 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતની મોટી તૈયારી ! એક લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક 9 સબમરીન ખરીદવા કરશે બે મોટી ડીલ

Image
India-France-Germany Scorpene Submarine Deal : ભારતે સમુદ્રની મહાશક્તિ બનવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર આગામી વર્ષના મધ્ય સુધીમાં 9 સબમરીન ખરીદવાની એક લાખ કરોડ રૂપિયાથી વધુની બે ડીલને અંતિમ સ્વરૂપ આપે, તેવી શક્યતા છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ ડીલ ભારતીય નૌકાદળની શક્તિમાં ઉત્તરોત્તર વધારો કરશે અને ચીન-પાકિસ્તાન જેવા દેશોની વધતી દરિયાઈ ગતિવિધિઓનો સામનો કરવામાં મદદ કરશે. ત્રણ સબમરીન ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ પહેલો સોદો ફ્રાન્સ સાથે છે, જેમાં ત્રણ સ્કોર્પીન સબમરીનની ખરીદીની વાતચીત ચાલી રહી છે.

PHOTO: નેપાળ, માલદીવથી લઈને તઝાકિસ્તાન... ચીનમાં SCO સમિટમાં PM મોદી અનેક દેશના વડાઓને ઉત્સાહથી મળ્યા

Image
SCO Summit China 2025 : ચીનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પછી એક દેશોના વડાઓએ મુલાકાત કર્યા બાદ વિશ્વભરનું તેના પર ધ્યાન કેન્દ્રીત થયું છે. પીએમ મોદીએ SCOના મંચ પર ભાષણ આપવાની સાથે બેઠકોમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેમણે અનેક દેશોના નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી છે. ત્યારે આ ઉષ્માભરી મુલાકાતો ભારતની વિદેશ નીતિનો મજબૂત સંદેશ દેખાડી રહી છે. જ્યારે મોદી ચીન પહોંચ્યા ત્યારે ત્યાં લાલજાજમ બીછાવીને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત નેપાળના વડાપ્રધાન, માલદીવના રાષ્ટ્રપતિ, ઈજિપ્તના વડાપ્રધાન, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિએ પણ મોદી સાથે મુલાકાત કરી હતી.

ભારતને મોટો ઝટકો! ક્વાડ સમિટમાં ભાગ લેવા ટ્રમ્પ દિલ્હી નહીં આવે, ન્યુયોર્ક ટાઈમ્સનો દાવો

Image
Donald Trump News :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારે ટ્રમ્પ અને મોદીની મિત્રતાના પગલે ભારત અને અમેરિકાના સંબંધો વધુ ઊંચાઈએ જશે તેમ મનાતું હતું. પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પછી ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ શરૂ થઈ, જેનું મુખ્ય કારણ પ્રમુખ ટ્રમ્પે નોબેલ પીસ પ્રાઈઝ માટે પીએમ મોદીને કરેલો ફોન કોલ હતો તેમ અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે ઘટસ્ફોટ કર્યો છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ હવે ક્વાડ સમિટ માટે ભારતની મુલાકાત લેવાના નથી. ટ્રમ્પ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવાના હતા. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પર અમેરિકા અને ભારત બંને સરકારો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

'બલિનો બકરો બનાવવાથી નહીં આવે શાંતિ', યુક્રેન યુદ્ધ પર અમેરિકાનો ભારતને જવાબ

Image
America on Ukraine war : ભારતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફનો કડક જવાબ આપ્યો છે, તેને 'અન્યાયી' અને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયન ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં મોસ્કોને પરોક્ષ રીતે આર્થિક મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારી સૂત્રોએ ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, 'ભારતને બલિનો બકરો બનાવવાથી શાંતિ નહીં મળે. આનાથી રાજકીય હિતોની સાધી શકાય છે, પરંતુ હકીકતોને નકારી શકાય નહીં.' આ મહિનાની શરૂઆતમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 25% બેઝ ટેરિફ અને રશિયન ઓઇલ ખરીદી માટે વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી.

'ટેરિફ ટેરર' વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત

Image
GDP News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને 'ડેડ ઈકોનોમી' ગણાવી હતી ત્યારે ટ્રમ્પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં 7.8 ટકાનો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે 6.7 ટકાના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી રહ્યો છે. કૃષિ સેક્ટરની સાથે વેપાર, હોટેલના સારા દેખાવે વૃદ્ધિમાં મદદ કરી છે.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ડિસેમ્બરમાં ભારત આવશે, ક્રેમલિનની સત્તાવાર જાહેરાત

Image
Image Source: IANS Putin India Visit: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યુરી ઉષાકોવે આ વાતની પુષ્ટિ કરી છે.

રશિયાનું સસ્તું ક્રૂડ ખરીદવામાં ભારતને 25 અબજ નહીં માત્ર 2.5 અબજ ડોલરનો લાભ

Image
- બ્રોકરેજ કંપની સીએલએસએના રિપોર્ટમાં ઘટસ્ફોટ - ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દે તો વિશ્વમાં ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર થઈ જાય : સીએલએસએ - રશિયન ક્રૂડનો 60 ડોલરનો ભાવ ઘણો નીચો દેખાય, પરંતુ ઈન્સ્યોરન્સ, શિપિંગ સહિતના ખર્ચાથી ભારતને ઓછો લાભ Russia crude oil : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ નાંખ્યો છે અને સસ્તા ક્રૂડની ખરીદીથી ભારતે જંગી નફો કર્યો હોવાનો અમેરિકા દાવો કરી રહ્યું છે. પરંતુ બ્રોકરેજ કંપની સીએલએસએના રિપોર્ટ મુજબ રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની ખરીદી કરીને ભારતને વાર્ષિક માત્ર 2.5 અબજ ડોલરનો ચોખ્ખો નફો થયો છે, જે ભારતના જીડીપીના માત્ર 0.

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Image
Rain In Gujarat : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે ગુરુવારે (28 ઓગસ્ટ) રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાતમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી, ગૃહ વિભાગનો આદેશ

Image
Gujarat Police 118 PSI Transfer : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 118 PSIની બદલી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. 

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા

Image
Alexander Stubb-Narendra Modi telephonic conversation : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે (27 ઓગસ્ટ) ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સ્ટબ વચ્ચે બંને દેશના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા થઈ. રાષ્ટ્રપતિ સ્ટબે વોશિંગ્ટનમાં યુરોપ, અમેરિકા અને યુક્રેનના નેતાઓ વચ્ચે તાજેતરમાં મળેલી બેઠક પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. જેનો ઉદ્દેશ્ય યુક્રેનના સંઘર્ષ મામલે સમાધાનને આગળ વધારવાનો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત હંમેશાથી યુક્રેનના સંઘર્ષમાં શાંતિપૂર્ણ સમાધાન અને સ્થિરતા થાય તેનું સમર્થન કરતું આવ્યું છે. 

કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ

Image
Why India Faces 50% US Tariff : આજે 27 ઓગસ્ટના રોજથી અમેરિકાએ ભારત પર લગાવેલા વધારાના 25% ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે, જેને લીધે ભારતીય નિકાસ પર હવે કુલ 50% શુલ્ક લાદવામાં આવશે. આમ થતાં ભારતમાંથી અમેરિકા નિકાસ થતી ઘણી ચીજવસ્તુઓ પ્રભાવિત થશે. ભારત ઉપરાંત બ્રાઝિલ પર પણ ટ્રમ્પના પ્રશાસને આટલા ઊંચા ટેરિફ લાદ્યા છે. બ્રિક્સ સંગઠનના સભ્ય એવા બંને દેશનું નાક દબાવવા ટ્રમ્પે ટેરિફનું હથિયાર અજમાવ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વર્ષની શરૂઆતમાં તો ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવાની વાત ચાલી રહી હતી તો પછી એકાએક આ ખટાશ ક્યાંથી, કઈ રીતે આવી પડી? ટ્રમ્પે ટેરિફનું મુખ્ય કારણ શું જણાવ્યું? 

VIDEO : 'મેં નરેન્દ્ર મોદીને કહ્યું હતું...', ભારતીય વડાપ્રધાનનું નામ લઈ ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

Image
Donald Trump Tariff : ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મેં ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે આ સાથે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવવાનો દાવો કર્યો હતો. 

ભારત સામે આજથી એક્સ્ટ્રા 25% 'ટ્રમ્પ ટેરિફ' નો અમલ, રશિયા-ચીન સાથેની લડાઈમાં ભારતને 'દંડ'

Image
Donald Trump Tariff News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ દંડ સ્વરૂપે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લગાવવા માટે મંગળવારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જેને પગલે બુધવારથી ભારતથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના સામાન પર અસર થશે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં શ્રીમ્પ, એપરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી જેવા શ્રમ ઈન્ટેન્સિવ આધારિત સામાનપર વધુ અસર થશે. આ પહેલાં ટ્રમ્પે વેપાર સોદાઓમાં અવરોધોના પગલે ભારત પર ૭ ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગુ કર્યા હતા. વધારાના 25 ટકા ટેરિફ સાથે બુધવારથી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થઈ જશે. અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એક ડ્રાફ્ટ નોટિસ જાહેર કરીને ભારત પર બુધવારથી લાગુ થનારા ટેરિફની રૂપરેખા રજૂ કરી છે.

'ગાંધી પરિવાર મારા માટે ભગવાન', RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી

Image
Image Source: IANS Karnataka Politics: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ ચીફ ડીકે શિવકુમારે ગત અઠવાડિયે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન આરએસએસનું ગીત ગાયું હતું, જેને લઈને તેમની જ પાર્ટીના લોકો તેની ટીકા કરી રહ્યા છે. જેને લઈને હવે તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દે માફી માગે છે અને તેમની નિષ્ઠા ગાંધી પરિવાર પ્રત્યે છે.

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક

Image
India-US Trade War Escalates: અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા એટલે કે કુલ 50 ટકા ટેરિફને લઈને સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા ટેરિફ 27 ઓગસ્ટ, 2025ના રોજ 12.01 વાગ્યાથી લાગુ પડશે.  ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી જે નિષ્ફળ ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ રોકાઈ રહ્યું નથી.

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો

Image
Old Vehicles Registration : દેશમાં હવે 20 વર્ષથી જૂની ગાડીઓનું રજિસ્ટ્રેશન રિન્યુ કરવાનો મોંઘું થઈ ગયું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રિન્યુઅલ ફીમાં નોંધપાત્ર વધારો કરતો નવો આદેશ જારી કર્યો છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે, લોકો સ્વેચ્છાએ તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરે અને રસ્તા પર પ્રદૂષિત વાહનોની સંખ્યા ઘટાડે. નવા નિયમો હેઠળ, હવે લાઇટ મોટર વ્હીકલથી લઈને આયાતી વાહનો સુધી નોંધણી રિન્યુઅલ પર મોટી રકમ ચૂકવવી પડશે. LMVના રજિસ્ટ્રેશન રિન્યુઅલ ફીમાં વધારો 

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત

Image
Uttar Pradesh Accident News : ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટરને એક કન્ટેનરને એટલી ભયાનક ટક્કર મારી કે ઘટનાસ્થળે જ 8 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.  અકસ્માત કેમ સર્જાયો? 

યુક્રેનના સ્વતંત્રતા દિવસે રશિયામાં ભયંકર ડ્રોન હુમલા, પરમાણુ પ્લાન્ટ અને ફ્યુઅલ ટર્મિનલને મોટું નુકસાન

Image
Ukraine Drone Attack in Russia : યુક્રેન આજે (24 ઓગસ્ટ) સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રશિયાના કુર્સ્ક પ્રદેશમાં આવેલા એક પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર આજે યુક્રેન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડ્રોન પ્લાન્ટના રિએક્ટર નંબર-3 પાસે વિસ્ફોટ થયો, જેના કારણે એક ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ રિએક્ટરની કાર્યક્ષમતામાં 50 ટકા ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હુમલામાં ટર્મિનલને પણ નુકસાન થયું છે. રશિયા અને આંતરરાષ્ટ્રીય એજન્સીનું નિવેદન

ગૂગલના 250 કરોડ યુઝર્સના અંગત ડેટા ચોરાયા, અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોવાની શક્યતા

Image
Google Data Theft News : દુનિયામાં 700 કરોડ મોબાઈલ યુઝર્સ છે. લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સમાં એટલીસ્ટ એક ઈ-મેઈલ એડ્રેસ લિંક થયેલું હોય છે. એ રીતે ગણીએ તો ઈ-મેઈલ યુઝર્સ તો સ્માર્ટફોન યુઝર્સ જેટલા જ હશે. પરંતુ એક્ટિવ યુઝર્સની વ્યાખ્યા પ્રમાણે વાત કરીએ તો ગૂગલના એક્ટિવ યુઝર્સનો આંકડો 350 કરોડથી વધુ છે. આમાંથી 250 કરોડ એક્ટિવ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો છે. ગૂગલ યુઝર્સના સંદર્ભમાં આ સૌથી મોટી ડેટા ચોરી છે.

ટ્રમ્પના વિશ્વાસપાત્ર સહાયક સર્જિયો ગોરની ભારતમાં નિમણૂકથી મોટા સંકેતો, ગોરના સહારે એશિયા સર કરી લેવાનું લક્ષ્ય

Image
Trump Names Close Aide Sergio Gor as US Envoy to India : ભારત-અમેરિકાના સંબંધો હાલમાં તણાવપૂર્ણ ચાલી રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એક અતિ નજીકના અને વિશ્વસનીય સહાયક સર્જિયો ગોરને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવાની ઘોષણા કરી છે. આ પદ ઘણા મહિનાઓથી ખાલી હતું અને આ નિર્ણયને ભારત પ્રત્યેની ટ્રમ્પ પ્રશાસનની નવી રણનીતિના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. સર્જિયો ગોર: ટ્રમ્પના 'MAGA' અભિયાનના આર્કિટેક્ટ 38  વર્ષના સર્જિયો ગોર ટ્રમ્પના રાજકીય જૂથમાં એક મહત્ત્વની વ્યક્તિ છે. તેઓ ટ્રમ્પના 2016 ના ચૂંટણી પ્રચારથી જોડાયેલા હતા.

ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર કાર્ડ સ્વીકારવું જ પડશે, સુપ્રીમ કોર્ટની મોટી રાહત

Image
Supreme Court News  : ચૂંટણી પંચ  દ્વારા બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરાઇ રહ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એવામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે મતદારોના વેરિફિકેશન દરમિયાન તેમની ઓળખ માટ જે દસ્તાવેજો સ્વીકારાય છે તેમાં આધાર કાર્ડનો પણ સ્વીકાર કરવો જ પડશે. ચૂંટણી પંચે અગાઉ એવી દલીલ કરી હતી કે આધાર કાર્ડ તે માત્ર ઓળખનું પ્રમાણ હોઇ શકે છે પરંતુ નાગરિકતાનું નહીં. આ વાત સુપ્રીમ કોર્ટે પણ સ્વીકારી હતી, જોકે હવે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે વેરિફિકેશન દરમિયાન જે પણ મતદારોની બાદબાકી થઇ હોય તેમને પોતાનો દાવો સાબિત કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચે કહ્યું હતું કે મતદારો દ્વારા દાવા ફોર્મ ચૂંટણી પંચને સોંપવામાં આવે તેમાં આધાર કાર્ડનો પણ સમાવેશ કરી શકાશે.

USના પૂર્વ NSA બોલ્ટનના ઘરે FBIનો દરોડો, ભારત પર ટેરિફ ઝિંકવા મામલે ટ્રમ્પની ટીકા કરી હતી

Image
FBI Raids EX-US NSA John Bolton's Home : ભારતની તરફેણ કરનાર અને અમેરિકાના પૂર્વ NSA જૉન બોલ્ટનના ઘરે આજે (22 ઓગસ્ટ) એફબીઆઈએ દરોડ પાડ્યા છે. એક સમયે બોલ્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ નજીકના હતા, જોકે પછી તેઓ ટ્રમ્પના ટીકાકાર બની ગયા છે. ટ્રમ્પના ટેરિફ વિરોધી કહેવાતા બોલ્ટન અનેક વખત ટ્ર્મ્પ સરકાર પર નિશાન સાધી ચુક્યા છે. ટ્રમ્પે જ્યારે ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યો હતો, ત્યારે પણ બોલ્ટને ભારતની તરફેણ કરી હતી. FBI નિદેશક કાશ પટેલના આદેશ બાદ દરોડો

રશિયા-યુક્રેન સીઝફાયર અંગે ટ્રમ્પનો ફરી યુ-ટર્ન, કહ્યું- પહેલા પુતિન-ઝેલેન્સ્કી વાતચીત કરે

Image
Russia vs Ukrain war Updates : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોમાં યુ-ટર્ન લેતા સીધા હસ્તક્ષેપથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ઇચ્છે છે કે રશિયન રાષ્ટ્રપતિ અને ઝેલેન્સ્કી પહેલા અમેરિકાની મધ્યસ્થી વિના એકબીજા સાથે મુલાકાત કરે.  ટ્રમ્પે કહ્યું છે કે પુતિન અને ઝેલેન્સ્કીએ મુલાકાત કરવી જોઈએ એક અહેવાલ અનુસાર વહીવટી અધિકારીઓ કહે છે કે ટ્રમ્પે શાંતિ મંત્રણાના આગામી તબક્કામાં સીધા ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, તેઓ ઇચ્છે છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પહેલા અમેરિકાની મધ્યસ્થી વિના એકબીજાને મળે.

લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

Image
Parliament Monsoon Session : લોકસભા સત્ર દરમિયાન ભારે ધાંધલ-ધમાલ, હોબાળો અને સૂત્રોચ્ચારોની ઘટના બાદ આજે સત્ર પૂર્ણ થયું છે. આ સાથે લોકસભામાં શરમજનક ઈતિહાસ પણ રચાયો છે, કારણ એ છે કે, આ સત્રમાં કુલ 120 કલાક કામકાજ કરવાનો સમય નિર્ધારીત કરાયો હતો, જોકે તેમાંથી માત્ર 37 કલાક જ કામકાત થઈ શક્યું છે અને 87 કલાક બરબાદ થઈ ગયા છે. લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ, સત્રમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી, જેમાંથી 84 કલાકથી વધુ સમય બરબાદ થયો છે, જે 18મી લોકસભાના ઈતિહાસમાં હોબાળાને કારણે વેડફાઈ ગયેલો સૌથી વધુ સમય છે. યોજના કરતા ઘણું ઓછું કામકાજ સત્રની શરૂઆત 21 જુલાઈના રોજ થઈ હતી.

ચીન પર સકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધ સુધારો, ટ્રમ્પને ફરી એકવાર દિગ્ગજની સલાહ

Image
Nikki Haley and Donald Trump News : સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્રને ફરી એકવાર ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો એક મહત્વપૂર્ણ તબક્કે છે અને જો વોશિંગ્ટન ચીનની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને રોકવા માંગે છે તો તેણે ભારત સાથેના સંબંધોને ઝડપથી સુધારવાની જરૂર છે. સીધી ભાષામાં ટ્રમ્પ સરકારને ચેતવી  બુધવારે ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે રશિયન ઓઈલ અને ટેરિફ વિવાદોના મુદ્દાને કારણે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચે ફાટ ન થવા દેવી જોઈએ. અમેરિકાએ તેના માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તે ભૂલવું ન જોઈએ. ચીનનો સામનો કરવા માટે, અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે.

VIDEO : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સેનાના વાહન પર હુમલો, 10થી વધુ સૈનિકોના મોત

Image
Attack On Pakistani Army : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લાના સૌથી મોટા વ્યાપારી બજાર ઈનાયત કલાઈમાં સેનાના વાહન પર ભયાનક હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં વાહનમાં મુસાફરી કરી રહેલા 10થી વધુ પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા હોવાના અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો રિપોર્ટ છે. ઘટના બાદ બજારમાં હોબાળો મચી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે પશ્તુન લડવૈયાઓએ પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવ્યો છે. પાકિસ્તાનમાં આતંકી હુમલા વધ્યા

ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી, અગ્નિ-5 મિસાઈલનું સફળ ટેસ્ટિંગ, ટાર્ગેટ ક્ષમતા 5,000 km

Image
Agni 5 Ballistic Missile : જો દુશ્મન 5,000 કિલોમીટર દૂર હશે તો પણ તે ભારતથી બચશે નહીં, કારણ કે, ભારતે આજે (20 ઓગસ્ટ) ઓડિશાના દરિયાકાંઠા પરથી ખરનાક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. આ મધ્યમ અંતરની બેલેસ્ટિન મિસાઈલનું નામ અગ્નિ-5 બેલિસ્ટિક છે, જે ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવશે. અગ્નિ-5ની રેન્જ 5,000 કિ.

BIG NEWS: ભારત ખરીદશે 97 LCA તેજસ ફાઇટર જેટ, રૂ. 62 હજાર કરોડની ડીલને મંજૂરી

Image
Image Source: IANS LCA Mark-1A Tejas: 'ઓપરેશન સિંદૂર'માં ભારતના હાથ માત ખાધેલા પાકિસ્તાન માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થવાનો છે.

‘યુરોપના દેશો જ શાંતિ સમજૂતી નહીં થવા દે’ પુતિનના વિદેશ મંત્રીએ ટ્રમ્પના વખાણ કરી EU પર સાધ્યું નિશાન

Image
Russia Slams European Countries : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને  યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોના નેતાઓ પર નિશાન સાધ્યું છે. ઝેલેન્સ્કીએ યુરોપિયન દેશોના નેતાઓને લઈને ગઈકાલે (18 ઓગસ્ટ) અમેરિકા પહોંચ્યા હતા અને ટ્રમ્પ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું ઝેલેન્સ્કીને આશ્વાસન આપ્યું છે. ‘યુરોપની શાંતિ સમજૂતી નહીં, માત્ર યુદ્ધવિરામની વાતો’ આ પહેલા અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક યોજાઈ હતી.

ભારે વરસાદથી થંભી ગયું મુંબઈ: ઠેર ઠેર કમરસમા પાણી, શાળા-કોલેજો બંધ, ફ્લાઈટ્સ પર પણ અસર

Image
Mumbai Rain Update: અનેક રાજ્યોમાં વરસાદની ધડબડાટી શરૂ છે, પરંતુ આ હાલ મહારાષ્ટ્ર સૌથી વધુ ભારે વરસાદના કારણે પ્રભાવિત જોવા મળી રહ્યું છે. અહીં અત્યાર સુઘીમાં 7 લોકોના મોત નિપજ્યા છે અને 200થી વધુ લોકો આ તબાહીમાં ફસાયા છે. માયાનગરી મુંબઈની રફતાર વરસાદના કારણે થંભી ગઈ છે, જેના કારણે કોર્પોરેશનની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દેશની આર્થિક રાજધાનીના અનેક ભાગોમાં હજુય સતત વરસાદ વરસી રહ્યો છે.  આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર

ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી કરશે મુલાકાત: વ્હાઈટ હાઉસમાં બેઠક બાદ અમેરિકાની જાહેરાત

Image
Trump Confirms Putin-Zelensky Meeting Soon : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી તથા યુરોપના અનેક દેશોના વડા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કોઈ નક્કર જાહેરાત કરવામાં નથી, જોકે તમામ નેતાઓએ સકારાત્મક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ શાંતિની સંભાવનાના કારને ખુશ છે. વધુમાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે આગામી સમયમાં પુતિન અને ઝેલેન્સ્કીની પણ મુલાકાત થશે. 

‘અમે યુદ્ધ અટકાવવા માટે પુતિન સાથે વાત કરવા તૈયાર’ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં બોલ્યા ઝેલેન્સ્કી

Image
Trump-Zelenskyy Meet : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડોમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) વચ્ચે વ્હાઈટ હાઉસમાં મહત્ત્વની બેઠક યોજાઈ છે. આ બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, અમે યુદ્ધ અટકાવવા માટે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે વાતચીત કરવા તૈયાર છે. તો ટ્રમ્પે પણ કહ્યું છે કે, હું બેઠક પુર્ણ થયા બાદ પુતિનને ફોન કરીશ. આપણા વચ્ચે (અમેરિકા, યુક્રેન, રશિયા) ત્રિપક્ષીય બેઠક યોજાય કે ન યોજાય કે પછી યુદ્ધ ચાલુ રહે, પરંતુ આપણા માટે યુદ્ધ અટકાવવાની આ સારી તક છે. આ પહેલા ઝેલેન્સ્કી વ્હાઈટ હાઉસ પહોંચતા જ ટ્રમ્પે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, તો ઝેલેન્સ્કીએ ટ્રમ્પનો યુદ્ધ અટકાવવાના પ્રયાસ મામલે આભાર માન્યો છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનો 'CPR' દાવ, વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર કેમ ટકી નજરો?

Image
Vice President Election news : ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા, જે તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પૃષ્ઠભૂમિ ધરાવતા રાધાકૃષ્ણન તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક અને પાર્ટીના સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા પછી તેમના નામની જાહેરાત કરી હતી. વિપક્ષને કેમ ડબલ ટેન્શન?  NDA ઉમેદવારની જાહેરાત પછી, બધાની નજર હવે તમિલનાડુના શાસક પક્ષ DMK અને તેના પ્રાદેશિક સાથી પક્ષો પર છે કારણ કે CP રાધાકૃષ્ણનને ચૂંટણી મેદાનમાં ઉતારીને, NDA એ I.

ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા જ ઝેલેન્સ્કીએ રાખી મોટી શરત, EUના નેતાઓનું પણ સમર્થન

Image
Donald Trump and Zelensky News : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ અલાસ્કામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીત બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે ઐતિહાસિક શાંતિ કરાર માટે યુક્રેનને સુરક્ષાની ખાતરી આપવાની ટ્રમ્પની ઓફરની પ્રશંસા કરી. જોકે તેમણે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલાં પણ સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેન તેની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન નહીં કરે અને પોતાની શરતો પર યુદ્ધ બંધ કરવા તૈયાર રહેશે. દરમિયાન, યુરોપિયન દેશોએ પણ યુક્રેનને ટેકો આપ્યો છે. ઝેલેન્સ્કીએ શું કહ્યું? 

ટ્રમ્પની હરકતથી ઝેલેન્સ્કી એલર્ટ ! યુરોપિયન નેતાઓને લઈને અમેરિકા જશે, વ્હાઈટ હાઉસમાં કરશે બેઠક

Image
Trump And Zelenskyy Meeting : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેનનું યુદ્ધ અટકાવવા માટે અનેક પ્રાયસો કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ વાંધો ઉઠાવી કહ્યું હતું કે, અમારા વગર કોઈપણ ડીલ કરવી ખોટી કહેવાશે. હવે ટ્રમ્પ-પુતિનની બેઠક બાદ વધુ મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટના બનવા જઈ રહી છે. ઝેલેન્સ્કી ટૂંક સમયમાં ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક કરવાના છે, પરંતુ આ વખતે તેઓ એકલા નહીં હોય. આ બેઠકમાં તેમની સાથે ઘણા યુરોપિયન નેતાઓ પણ સામેલ થશે.

'યુક્રેન ડોનેત્સક છોડી દે તો રશિયાનું સૈન્ય આગળ નહીં વધે..', યુદ્ધ ખતમ કરવા પુતિનનો પ્રસ્તાવ

Image
Russia vs Ukrain War Updates : ડોનાલ્ડ ટ્રમ્પે ભલે યુક્રેન મુદ્દે અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાતને સકારાત્મક ગણાવી, પરંતુ હાલમાં આ મુદ્દાનો કોઈ ઉકેલ દેખાતો નથી. અહેવાલ મુજબ, પુતિને ટ્રમ્પ સાથેની વાતચીતમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે જો યુક્રેન ડોનેત્સકનું સંપૂર્ણ નિયંત્રણ રશિયાને સોંપી દે તો અમે અમારા સૈન્યને આગળ વધતા અટકાવી દઈશું.  ઝેલેન્સ્કીએ પ્રસ્તાવ ફગાવ્યો  અહેવાલ મુજબ યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. અહેવાલ મુજબ અલાસ્કા બેઠક પછી ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ અને અન્ય યુરોપિયન દેશોના નેતાઓને ફોન કરીને પુતિનના પ્રસ્તાવ વિશે માહિતી આપી હતી.

ભારતને મોટો ઝટકો! અમેરિકાની ટ્રેડ ડીલ કરનારી ટીમે દિલ્હીનો પ્રવાસ ટાળ્યો, જાણો કારણ

Image
India vs USA Trade Deal Talk : ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હવે છેલ્લા ઘણા દાયકાઓમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. આગામી દિવસોમાં ભારતને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી કોઈ રાહત મળે તેવું લાગતું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે ભારતને મોટો ઝટકો લાગ્યો જ્યારે અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો મુલતવી રાખી. જોકે કયા કારણોસર દિલ્હીનો પ્રવાસ ટાળવામાં આવ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી.  5 રાઉન્ડની બેઠક તો થઇ ચૂકી છે 

અમેરિકામાં 'ઝોમ્બી સસલાં' જોવા મળતાં ભયનો માહોલ, નવા વાયરસને પાપે ફેલાયેલો રોગ માણસો માટે કેટલો જોખમી છે?

Image
Image Source: envato Zombie-Rabbits:  અમેરિકાના કોલોરાડોમાં એક અભૂતપૂર્વ વાયરસે દેખા દેતાં ભયનો માહોલ સર્જાયો છે. આ વાયરસે માણસોને નહીં, પણ સસલાંઓને સપાટામાં લીધાં છે.

ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મીટિંગ પૂર્ણ, સીઝફાયર તો ન થયું પણ સકારાત્મક બેઠકના સંકેત

Image
Donald Trump and Putin Meeting News : ભારત સહિત વિશ્વભરના દેશોની  અલાસ્કાના એન્કોરેજમાં યોજાયેલી બેઠક પર નજર રહી. આ બેઠક અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાઈ હતી. આ બેઠકનો હેતુ સ્પષ્ટ હતો, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે કામ કરવું. બેઠક સકારાત્મક ગણાવાઈ પણ..

ટ્રમ્પ-પુતિનની મુલાકાત પહેલા ઝેલેન્સ્કીનું ભારત અંગે મોટું નિવેદન, જાણો શું કહ્યું

Image
Image Source: IANS Zelenskyy Statement on India: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અલાસ્કાના એક એરબેઝ પર મુલાકાત કરવાના છે, જેના પર યુક્રેન સહિત સમગ્ર વિશ્વ નજર રાખી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તેવી આશા રાખી રહ્યા છે.

'ભારત સામે ટેરિફ લગાવ્યો એટલે પુતિન વાતચીત માટે તૈયાર થયા..', ટ્રમ્પનો ફરી મોટો દાવો

Image
Donald Trump News : યુક્રેન સંઘર્ષ અંગે આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે ફરી એક મોટો દાવો કરતાં કહ્યું છે કે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે રશિયન રાષ્ટ્રપતિ મારી સાથે મુલાકાત કરવા માટે તૈયાર થયા છે. ટ્રમ્પે કર્યો ચોંકાવનારો દાવો  એક શોમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે દરેક વસ્તુની અસર પડે છે. વધારે પડતો ટેરિફ લાદવાને કારણે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતું અટક્યું.

પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- 'અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ'

Image
India on Trump and Putin Meeting: ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે ટ્રમ્પ ટેરિફ વચ્ચે ભારત-અમેરિકાના સંબંધો પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશોએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મહત્ત્વની મુલાકાતના એક દિવસ પહેલા આવ્યું છે, જેના પરિણામોની અસર ભારત પર પડશે, કારણ કે રશિયાના ઓઇલની સતત ખરીદીને લઈને ભારતને 25 ટકા વધારાનો ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય સંયુક્ત સૈન્ય 'યુદ્ધાભ્યાસ'ના 21માં સંસ્કરણની પણ જાહેરાત કરાઈ, જે આ મહિનાના અંતમાં અલાસ્કામાં થવાની શક્યતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'અમેરિકા અને ભારત એક વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી શેર કરે છે, જે એકબીજાના હિતો, લોકશાહીના મૂલ્યો અને લોકો વચ્ચે મજબૂત સંબંધો પર આધારિત છે. જેમ કે અમે પહેલા કહ્યું હતું કે, આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે, અમે બંને દેશ પ્રતિબદ્ધ સચોટ એજન્ડા પર ક્રેન્દ્રિત છીએ અને અમને આશા છે કે આ સંબંધો એકબીજાનું સન્માન અને આપસી હિતોને આગળ વધારતું રહેશે.

સૌથી મોટું અર્થતંત્ર અમેરિકા પર 37 ટ્રિલિયન ડૉલરનું દેવું, દર 5 મહિને કેટલું ભારણ વધે છે?

Image
Donald Trump and USA Economy News : અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને અહીંના પ્રમુખ ટ્રમ્પ વિશ્વના તમામ દેશો પર મનસ્વી ટેરિફ નાખી રહ્યાં છે ત્યારે અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે.  અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં અમેરિકાના દેવા અંગે રજૂ કરવામાં આવેલા આંકડા અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું હોવાનું દર્શાવી રહ્યાં છે.  આ રિપોર્ટ અનુસાર અમેરિકન સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયન ડોલરને પાર થઇ ગયું છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના દેવામાં દર પાંચ મહિને એક ટ્રિલિયન ડોલરનો વધારો થઇ રહ્યો છે.

'યુદ્ધ ન અટક્યું તો ખૂબ ગંભીર પરિણામ ભોગવવા પડશે', પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પની ખુલ્લી ધમકી

Image
Trump warns Russia: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને નહીં રોકે તો તેને "ખૂબ જ ગંભીર" પરિણામોનો સામનો કરવો પડશે. બુધવારે કેનેડી સેન્ટર ખાતે એક પત્રકારના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, 'જો રશિયા યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય, તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.' રશિયા પર શક્ય કાર્યવાહી પત્રકારે પૂછ્યું કે, શું શુક્રવારની તમારી મુલાકાત પછી જો વ્લાદિમીર પુતિન યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય તો રશિયાને કોઈ પરિણામ ભોગવવા પડશે? તો ટ્રમ્પે જવાબ આપ્યો - હા, 'રશિયાને ગંભીર પરિણામો ભોગવવા પડશે. પરિણામોમાં ટેરિફ અને પ્રતિબંધોનો સમાવેશ થશે.