ટ્રમ્પની હરકતથી ઝેલેન્સ્કી એલર્ટ ! યુરોપિયન નેતાઓને લઈને અમેરિકા જશે, વ્હાઈટ હાઉસમાં કરશે બેઠક


Trump And Zelenskyy Meeting : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેનનું યુદ્ધ અટકાવવા માટે અનેક પ્રાયસો કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ વાંધો ઉઠાવી કહ્યું હતું કે, અમારા વગર કોઈપણ ડીલ કરવી ખોટી કહેવાશે. હવે ટ્રમ્પ-પુતિનની બેઠક બાદ વધુ મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટના બનવા જઈ રહી છે. ઝેલેન્સ્કી ટૂંક સમયમાં ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક કરવાના છે, પરંતુ આ વખતે તેઓ એકલા નહીં હોય. આ બેઠકમાં તેમની સાથે ઘણા યુરોપિયન નેતાઓ પણ સામેલ થશે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો