કેનેડામાં રહેતાં ભારતીયો હવે દાદા-દાદી કે માતા-પિતાને સાથે રાખી શકશે, કાર્ની સરકારનો નિર્ણય


India vs Canada News : ખાલિસ્તાનીઓને સમર્થન અને ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નીજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના આક્ષેપ મુદ્દે ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સમયમાં કેનેડા અને ભારતના સંબંધો એકદમ તળીયે ગયા હતા. જોકે, માર્ક કાર્ની સરકારે ભારત સાથે સંબંધો સુધારાવાની શરૂઆત કરી છે, જેને પગલે સરકારે વર્ષ 2025 માટે પીજીપી પ્રોગ્રામ ખોલ્યો છે, જેના હેઠળ કેનેડામાં રહેતા ભારતીય મૂળના કેનેડિયનો અથવા સ્થાયી નિવાસી ભારતીયોને તેમના માતા-પિતા અથવા દાદા-દાદીને કેનેડા બોલાવવાની તક મળશે.

કેનેડામાં રહેતા ભારતીયો તેમના પરિવારજનોને કેનેડા લાવવા માગતા હોય તો માર્ક કાર્ની સરકારે તેમને ખૂબ જ સારી તક આપી છે. કાર્ની સરકારે વિદેશી નાગરિકો માટે માતા-પિતા અને દાદા-દાદીને કેનેડા લાવવાનો કાર્યક્રમ પીજીપી ખોલી દીધો છે. આ કાર્યક્રમ હેઠળ 17860 લોકોને તેમના માતા-પિતા, દાદા-દાદીને કેનેડા લાવીને કાયમી નિવાસની તક અપાશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન