'બલિનો બકરો બનાવવાથી નહીં આવે શાંતિ', યુક્રેન યુદ્ધ પર અમેરિકાનો ભારતને જવાબ


America on Ukraine war : ભારતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફનો કડક જવાબ આપ્યો છે, તેને 'અન્યાયી' અને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયન ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં મોસ્કોને પરોક્ષ રીતે આર્થિક મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારી સૂત્રોએ ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, 'ભારતને બલિનો બકરો બનાવવાથી શાંતિ નહીં મળે. આનાથી રાજકીય હિતોની સાધી શકાય છે, પરંતુ હકીકતોને નકારી શકાય નહીં.'

આ મહિનાની શરૂઆતમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 25% બેઝ ટેરિફ અને રશિયન ઓઇલ ખરીદી માટે વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન