'યુદ્ધ ન અટક્યું તો ખૂબ ગંભીર પરિણામ ભોગવવા પડશે', પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પની ખુલ્લી ધમકી


Trump warns Russia: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને નહીં રોકે તો તેને "ખૂબ જ ગંભીર" પરિણામોનો સામનો કરવો પડશે. બુધવારે કેનેડી સેન્ટર ખાતે એક પત્રકારના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, 'જો રશિયા યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય, તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.'

રશિયા પર શક્ય કાર્યવાહી

પત્રકારે પૂછ્યું કે, શું શુક્રવારની તમારી મુલાકાત પછી જો વ્લાદિમીર પુતિન યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય તો રશિયાને કોઈ પરિણામ ભોગવવા પડશે? તો ટ્રમ્પે જવાબ આપ્યો - હા, 'રશિયાને ગંભીર પરિણામો ભોગવવા પડશે. પરિણામોમાં ટેરિફ અને પ્રતિબંધોનો સમાવેશ થશે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન