ગૂગલના 250 કરોડ યુઝર્સના અંગત ડેટા ચોરાયા, અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોવાની શક્યતા

Google Data Theft News : દુનિયામાં 700 કરોડ મોબાઈલ યુઝર્સ છે. લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સમાં એટલીસ્ટ એક ઈ-મેઈલ એડ્રેસ લિંક થયેલું હોય છે. એ રીતે ગણીએ તો ઈ-મેઈલ યુઝર્સ તો સ્માર્ટફોન યુઝર્સ જેટલા જ હશે. પરંતુ એક્ટિવ યુઝર્સની વ્યાખ્યા પ્રમાણે વાત કરીએ તો ગૂગલના એક્ટિવ યુઝર્સનો આંકડો 350 કરોડથી વધુ છે. આમાંથી 250 કરોડ એક્ટિવ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો છે. ગૂગલ યુઝર્સના સંદર્ભમાં આ સૌથી મોટી ડેટા ચોરી છે.
Comments
Post a Comment