‘અમે યુદ્ધ અટકાવવા માટે પુતિન સાથે વાત કરવા તૈયાર’ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં બોલ્યા ઝેલેન્સ્કી

Trump-Zelenskyy Meet : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડોમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) વચ્ચે વ્હાઈટ હાઉસમાં મહત્ત્વની બેઠક યોજાઈ છે. આ બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, અમે યુદ્ધ અટકાવવા માટે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે વાતચીત કરવા તૈયાર છે. તો ટ્રમ્પે પણ કહ્યું છે કે, હું બેઠક પુર્ણ થયા બાદ પુતિનને ફોન કરીશ. આપણા વચ્ચે (અમેરિકા, યુક્રેન, રશિયા) ત્રિપક્ષીય બેઠક યોજાય કે ન યોજાય કે પછી યુદ્ધ ચાલુ રહે, પરંતુ આપણા માટે યુદ્ધ અટકાવવાની આ સારી તક છે. આ પહેલા ઝેલેન્સ્કી વ્હાઈટ હાઉસ પહોંચતા જ ટ્રમ્પે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, તો ઝેલેન્સ્કીએ ટ્રમ્પનો યુદ્ધ અટકાવવાના પ્રયાસ મામલે આભાર માન્યો છે.
Comments
Post a Comment