ચીન પર સકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધ સુધારો, ટ્રમ્પને ફરી એકવાર દિગ્ગજની સલાહ


Nikki Haley and Donald Trump News : સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્રને ફરી એકવાર ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો એક મહત્વપૂર્ણ તબક્કે છે અને જો વોશિંગ્ટન ચીનની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને રોકવા માંગે છે તો તેણે ભારત સાથેના સંબંધોને ઝડપથી સુધારવાની જરૂર છે.

સીધી ભાષામાં ટ્રમ્પ સરકારને ચેતવી 

બુધવારે ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે રશિયન ઓઈલ અને ટેરિફ વિવાદોના મુદ્દાને કારણે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ વચ્ચે ફાટ ન થવા દેવી જોઈએ. અમેરિકાએ તેના માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તે ભૂલવું ન જોઈએ. ચીનનો સામનો કરવા માટે, અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન