ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Rain In Gujarat : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે ગુરુવારે (28 ઓગસ્ટ) રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
Comments
Post a Comment