ટ્રમ્પ સમર્થક 10 અબજપતિઓ પસ્તાયા, એક જ દિવસમાં 50 અબજ ડોલરનો જોરદાર ફટકો


Donald Trump : ટ્રમ્પે તેના વિરોધીઓ, અન્ય દેશો, અમેરિકન ઇકોનોમીને તો ફટકો માર્યો જ છે, પરંતુ તેણે તેના અબજપતિ મિત્રોને પણ બક્ષ્યા નથી. ટ્રમ્પના સમર્થક એવા અબજપતિઆને હવે તેને સમર્થન આપવા બદલ પેટ ભરીને પસ્તાવવાનો વખત આવ્યો છે. તેમા પણ ટ્રમ્પના સમર્થનમાં સૌથી વધુ કૂદી-કૂદીને બોલેલા ટેસ્લાના માલિક મસ્કની સંપત્તિમાં ચાલુ વર્ષે 80 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું છે.

ટ્રમ્પને જોરદાર સમર્થન કરનારા ઇલોન મસ્કની સંપત્તિ ટ્રમ્પ ચૂંટાઈ આવતા 500 અબજ ડોલરનો ઐતિહાસિક આંકડો વટાવી જશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ ઓળખીતો જમાદાર બે ડંડા વધારે મારે તેમ ટ્રમ્પે તો જાણે મસ્કની કંપનીમાં ખાતર પાડયુ હોય તેમ તેને રીતસરના એક પછી એક ઝાટકા આપવા લાગતા ચાલુ વર્ષે મસ્કની સંપત્તિ 80.5 અબજ ડોલર ઘટી છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો