પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- 'અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ'


India on Trump and Putin Meeting: ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે ટ્રમ્પ ટેરિફ વચ્ચે ભારત-અમેરિકાના સંબંધો પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશોએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મહત્ત્વની મુલાકાતના એક દિવસ પહેલા આવ્યું છે, જેના પરિણામોની અસર ભારત પર પડશે, કારણ કે રશિયાના ઓઇલની સતત ખરીદીને લઈને ભારતને 25 ટકા વધારાનો ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય સંયુક્ત સૈન્ય 'યુદ્ધાભ્યાસ'ના 21માં સંસ્કરણની પણ જાહેરાત કરાઈ, જે આ મહિનાના અંતમાં અલાસ્કામાં થવાની શક્યતા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'અમેરિકા અને ભારત એક વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી શેર કરે છે, જે એકબીજાના હિતો, લોકશાહીના મૂલ્યો અને લોકો વચ્ચે મજબૂત સંબંધો પર આધારિત છે. જેમ કે અમે પહેલા કહ્યું હતું કે, આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે, અમે બંને દેશ પ્રતિબદ્ધ સચોટ એજન્ડા પર ક્રેન્દ્રિત છીએ અને અમને આશા છે કે આ સંબંધો એકબીજાનું સન્માન અને આપસી હિતોને આગળ વધારતું રહેશે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો