PHOTO: નેપાળ, માલદીવથી લઈને તઝાકિસ્તાન... ચીનમાં SCO સમિટમાં PM મોદી અનેક દેશના વડાઓને ઉત્સાહથી મળ્યા


SCO Summit China 2025 : ચીનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પછી એક દેશોના વડાઓએ મુલાકાત કર્યા બાદ વિશ્વભરનું તેના પર ધ્યાન કેન્દ્રીત થયું છે. પીએમ મોદીએ SCOના મંચ પર ભાષણ આપવાની સાથે બેઠકોમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેમણે અનેક દેશોના નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી છે. ત્યારે આ ઉષ્માભરી મુલાકાતો ભારતની વિદેશ નીતિનો મજબૂત સંદેશ દેખાડી રહી છે. જ્યારે મોદી ચીન પહોંચ્યા ત્યારે ત્યાં લાલજાજમ બીછાવીને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત નેપાળના વડાપ્રધાન, માલદીવના રાષ્ટ્રપતિ, ઈજિપ્તના વડાપ્રધાન, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિએ પણ મોદી સાથે મુલાકાત કરી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન