Posts

Showing posts from March, 2022

શ્રીલંકામાં કર્ફ્યુ હટાવાયો, 45 પ્રદર્શનકારીઓની ધરપકડ

AIIMS Bhubaneswar Interview Schedule 2022 Out for Senior Resident Posts @aiimsbhubaneswar.nic.in,Check Details

AIIMS Bhubaneswar has released the interview schedule for the post of Senior Resident (Non-Academic) on its official website-aiimsbhubaneswar.nic.in.  Download PDF here.

ગુજરાતમાં CNG અને PNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો

Image
અમદાવાદ, તા. 01 એપ્રિલ 2022, શુક્રવાર કેન્દ્ર સરકારે વહીવટી અંકુશ નેચરલ ગેસના ભાવમાં ગુરુવારે બમણાથી પણ વધારે ભાવ વધારો જાહેર કરતા તેની વિતરણ કરતી ગેસ કંપનીઓએ આજે ભાવમાં વૃદ્ધિ જાહેર કરી છે. અમદાવાદ શહેરમાં અદાણી ટોટલ ગેસ મુખ્ય વિતરક છે અને કંપનીએ CNGના ભાવમાં કિલોએ રૂપિયા પાંચની વૃદ્ધિ જાહેર કરી હોવાનું ડીલર નેટવર્કનાં સૂત્રોએ જણાવ્યું હતું. આજથી અમદાવાદ કે અદાણી ગેસના પંપ ઉપર CNGનો ભાવ ૭૯.૫૯ પ્રતિ કિલો થયા છે જે અત્યાર સુધી રૂ.74.59 હતા. આવી જ રીતે ગૃહ વપરાશમાં પાઇપ ગેસના ભાવમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. 1.60 મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ સુધીના વપરાશ માટે અત્યારે રૂ 1201નો ભાવ હતો તે હવે વધી 1369 કરવામાં આવ્યો છે અને તેના કરતાં વધુ વપરાશનો ભાવ રૂ.1374 સામે વધીને 1397.20 થઈ ગયા છે

RPSC Provisional Result 2022 (Out) for Asst. Testing Officer Post @rpsc.rajasthan.gov.in, Download PDF

RPSC has released the result for the post of Asst. Testing Officer Exam 2021 on its official website- rpsc.rajasthan.gov.in. Download PDF here.

યુક્રેન પર હુમલા ચાલુ જ રહેશે, યુદ્ધવિરામ નહીં કરું : પુતિન

Image
મોસ્કો, તા. ૩૧ તૂર્કીમાં રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ વાટાઘાટો સફળ થઈ હોવાના અને રશિયા કીવ નજીકના વિસ્તારોમાં હુમલા ઓછા કરવા સંમત થયું હોવાના દાવાઓથી વિપરિત રશિયાએ યુક્રેન પર આક્રમણ વધારી દીધું છે. વધુમાં નજીકના સમયમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકે એવા કોઈ સંકેતો મળતા નથી. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે યુક્રેનમાં યુદ્ધવિરામ કરવાનો આ યોગ્ય સમય નથી. યુક્રેન પર હુમલા ચાલુ જ રહેશે. બીજીબાજુ નાટોએ કહ્યું હતું કે યુક્રેનમાંથી રશિયન સૈન્ય પાછું હટવાની જગ્યાએ ફરીથી સંગઠિત થઈ રહ્યું છે. બ્રિટને પણ યુક્રેનમાં યુદ્ધ અંગે દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં એક ડઝનથી વધુ રશિયન મીડિયા હસ્તીઓ અને સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બધા વચ્ચે યુક્રેન-રશિયા વચ્ચે શુક્રવારે વીડિયોથી શાંતિ મંત્રણા થવાની શક્યતા છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ઈટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગીને કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધ વિરામનો આ યોગ્ય સમય નથી. તાજેતરના ભૂતકાળમાં રશિયન પ્રમુખ સાથે ટેલિફોન પર થયેલી વાતચીતના સંદર્ભમાં પૂછવામાં આવતા દ્રાગીએ કહ્યું કે પુતિને તેમને જણાવ્યું કે ગેસ નિકાસ અંગે પડોશી દેશો સાથે કોન...

હું ઝુકીશ નહીં, રવિવારે પાકિસ્તાનના ભાવિનો ફેંસલો : ઈમરાન ખાન

Image
ઈસ્લામાબાદ, તા.૩૧ પાકિસ્તાનમાં સત્તા બચાવવા હવાતીયા મારી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે રાષ્ટ્રના નામે સંબોધન કરતા પોતાની ડામાડોળ સત્તા માટે અમેરિકા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ઝુકશે નહીં અને તેમની કોમને પણ ઝૂકવા નહીં દે. પાકિસ્તાનના ભાવિનો રવિવારે નિર્ણય થશે. સંસદમાં મતદાન થશે અને સત્તા પર કોણ રહેશે તે નિશ્ચિત થશે, પરંતુ વિપક્ષ એમ માનતો હોય કે ઈમરાન ખાન રાજીનામું આપી દેશે તો તેઓ જાણી લે કે ઈમરાન છેલ્લા બોલ સુધી મેદાન પર અડગ રહેશે. દેશવાસીઓને સંબોધન કરતાં ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન મારા કરતાં પાંચ વર્ષ જ મોટું છે. આપણે અહીંની પહેલી પેઢી છીએ. તેમણે ઉમેર્યું કે અમેરિકા તરફી બનવું મુશર્રફની મોટી ભૂલ હતી. હું સ્વતંત્ર વિદેશ નીતિની તરફેણ કરું છું. પાકિસ્તાન અમેરિકાની સાથે ઊભું રહીને આતંકવાદના વિરોધમાં લડયું અને તેણે જ પ્રતિબંધ મૂકી દીધો. તેમણે ઉમેર્યું કે, હું ભારત અથવા અન્ય કોઈનો વિરોધ નહોતો ઈચ્છતો. આપણી વિદેશ નીતિ કોઈના વિરુદ્ધ નથી. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરીને આંતરરાષ્ટ્રીય કાયદો તોડયો ત્યારે પહેલી વખત હું ભારત વિરુદ્ધ બોલ્યો હતો. મેં એવી વિ...

MPPEB Sub Engineer Recruitment 2022: 3435 Vacancies for Group 3 Posts

Madhya Pradesh Professional Examination Board (MPPEB) or MP Vyapam has published a notice for 3435 Sub Engineer and Other Posts under Group 3. Candidates can check details below.

CBSE Class 10 & 12 Term 2 Board Exam2022: How to Finally Revise to Score Full Marks?

CBSE Board Exams 2022 are almost here, and students are working hard to ace them. Recently, CBSE released their Sample Papers, and many of you must have already gone through them. You must be wondering, what's next? Well, your search for perfect examination preparation materials ends here.

રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના નેતા કિરોડી સિંહ બૈંસલાનું અવસાન

Image
- લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કર્નલ કિરોડી સિંહ બૈંસલાના અવસાન પર શોક વ્યક્ત કર્યો   જયપુર, તા. 31 માર્ચ 2022, ગુરૂવાર રાજસ્થાનના ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાનું અવસાન થઈ ગયું છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના મોટો ચેહરો હતા. જોકે, બાદમાં તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. કિરોડી લાલ બૈંસલા ભારતીય સેનામાં કર્નલ રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં 2007માં રાજસ્થાનમાં ગુર્જરોએ મોટું આંદોલન કર્યું હતું. આ આંદોલન રાજસ્થાનમાં ગુર્જરોને અનામત અપાવવા માટે કરવામાં આવ્યું હતું. તેઓ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રમુખ હતા. ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કર્નલ કિરોડી સિંહ બૈંસલાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બૈંસલા સામાજિક આંદોલનના પ્રમુખ નેતા હતા. તેમણે સામાજિક અધિકારો માટે આજીવન સંઘર્ષ કર્યો છે. તેમની ખોટ હંમેશા અનુભવાશે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. કિરોડી સિંહ લાંબા સમયથી બીમાર હતા. આવી સ્થિતિમાં તેમના પુત્ર વિજય બૈંસલા ગુર્જર આરક્ષણ સંઘર...

OPSC Written Exam Date 2022 Out for Geologist, Mining Officer and Others @opsc.gov.in, Check Schedule

OPSC has released the written exam schedule for the posts of Geologist, Petrologist & others on its official website- opsc.gov.in. Download PDF here.

RPSC SO Model Answer Key 2021-22 Released for Statistical Officer Posts @rpsc.rajasthan.gov.in, Raise Your Objection

 RPSC has released the Model Answer Key for the Statistical Officer post on its official website -rpsc.rajasthan.gov.in. Check process to raise objections.

એપ્રિલમાં સરકાર ગેસના ભાવ બમણા કરે એવી શક્યતા

Image
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પછી દેશની જનતા ઉપર નવા નાણાકીય વર્ષમાં નવો બોજ આવી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. દેશમાં સ્થાનિક રીતે ઉત્પાદન થતા નેચરલ ગેસના ભાવ દર વર્ષે એપ્રિલ અને ઓકટોબર એમ દર છ મહિને વધારવામાં આવે છે. મળતાં અહેવાલ અનુસાર તા.૧ એપ્રિલથી નવા ભાવ બમણા થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને KG બેઝીનમાં મળતાં ગેસના ભાવ ડબલ થઈ ૧૦ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થાય જ્યારે ONGC ના બોમ્બે હાઈ ના ભાવ ૫.૯૩ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થાય એવી શક્યતા છે. અત્યારે રિલાયન્સના ગેસનો ભાવ ૬.૧૩ ડોલર છે જ્યારે ONGCનો ભાવ ૨.૯૩ ડોલર છે. આ ભાવ નક્કી કરવા માટે રશિયા, કેનેડા અને અમેરિકન ગેસના હાજરના ભાવની પાછલા વર્ષની સરેરાશનો આધાર લેવામાં આવે છે.  ONGCનું ઉત્પાદન કેન્દ્ર સરકારના વહીવટી અંકુશ હેઠળ છે જ્યારે રિલાયન્સના ગેસનું વેચાણ મુક્ત બજારમાં કરવામાં આવે છે. ઉપરોક્ત ભાવ વધવાના કારણે સ્ટીલ, વીજળી અને ખાતરના ઉત્પાદકો ઉપર અસર થશે. જોકે, દેશમાં ગેસ આધારિત વીજળીનું ઉત્પાદન ઓછું હોવાથી ગ્રાહકો ઉપર બહુ વ્યાપક બોજ નહિ આવે. ખાતરના ભાવ વધશે પણ તેમાં કેન્...

વિશ્વ ઈતિહાસની સૌથી મોટી ક્રિપ્ટો ચોરી : અંદાજે 4600 કરોડની ઉઠાંતરી

Image
નવી દિલ્હી,તા.30 માર્ચ 2022,બુધવાર વિશ્વ અર્થવ્યવસ્થા માટે ક્રિપ્ટોકરન્સી ખૂબ જ નુકશાનકારક બની રહેવાની અનેક ચેતવણીઓ છતા ક્રિપ્ટોનો ક્રેઝ ઓછો નથી થઈ રહ્યો અને હવે ચોરોની નજર પણ આ તરફ મંડાઈ છે. બુધવારે વિશ્વ ઈતિહાસની સૌથી મોટી ક્રિપ્ટો ચોરીના રિપોર્ટ બહાર આવ્યા છે. પહેલાં ચોર ગમે તે કરી શકતા હતા અને હવે આજકાલના જમાનાના નવા ડિજિટલ ચોર એટલેકે હેકર્સ કંઈપણ કરી શકે છે. ક્રિપ્ટો સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.  અહેવાલ અનુસાર હેકર્સે 600 મિલિયન ડોલર એટલેકે અંદાજે 4600 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. હેકર્સે ઓનલાઈન ગેમ એક્સી ઈન્ફિનિટી(Axie Infinity) સાથે જોડાયેલા બ્લોકચેન નેટવર્કની ચોરી કરી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિપ્ટો હુમલો છે. એક્સી ઇન્ફિનિટી અને એક્સી ડીએઓ (Axie DAO) દ્વારા સંચાલિત કોમ્યુટર્સ જેને નોડ્સ તરીકે પણ ઓળખાય છે અને એક સોફ્ટવેર કે જે લોકોને ટોકન્સની આપલે કરવાની મંજૂરી આપે તેવા કહેવાતા બ્રિજ પર સાયબર હુમલો કર્યો હતો. આ બ્રિજને રોનિન બ્રિજ(Ronin Bridge) તરીકે ઓળખવામાં આવે છે. હેકર્સે કુલ 2 ટ્રાન્ઝેક્શનમ...

UPPSC Staff Nurse Marks 2021 (Released) @uppsc.up.nic.in, Check Process to Download

UPPSC has released the Marks for the Staff Nurse posts on its official website-uppsc.up.nic.in. Check direct link here

UKPSC Civil Judge JD Prelims Answer Key 2021-22 Out @ukpsc.gov.in, Raise Objections Till April 05

UKPSC has released the answer key for the post of Civil Judge (Jr Division)on its official website-ukpsc.gov.in. Check process to raise objections.  

CGPSC Written Exam Schedule 2022 Out for Various Posts @psc.cg.gov.in, Check Admit Card Downloading Date

CGPSC has released the written exam schedule for various posts including Scientific Officer, Assistant Director, Pracharya and others on its official website-psc.cg.gov.in. Download PDF here.

OSSC Junior Clerk Prelims Answer Key 2022 (Released) @ossc.gov.in, Check Process to Raise Objection

OSSC has released the prelims answer key for the post of Junior Clerk on its official website -ossc.gov.in. Check process to raise objection.

બાબા વિશ્વનાથને ધનાભિષેક, છૂટા હાથે ધનવર્ષા, તૂટ્યા તમામ રેકોર્ડ્સ

Image
- મંદિર પ્રશાસનને દરરોજ હેલ્પ ડેસ્ક, ડોનેશન, આરતી વગેરે દ્વારા આશરે 2 કરોડ રૂપિયાની આવક થઈ રહી છે વારાણસી, તા. 30 માર્ચ 2022, બુધવાર શ્રીકાશી વિશ્વનાથ ધામ બન્યા બાદ બાબાના દરબારમાં ધનની વર્ષા થઈ રહી છે અને આવકમાં ગત વર્ષની સરખામણીએ આશરે 2.5 ગણો વધારો થયો છે. ગત 13 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. તેના થોડા દિવસો બાદ મંદિરના શિખરની માફક મંદિરનું ગર્ભગૃહ પણ સ્વર્ણમંડિત થઈ ગયું. સ્વર્ણમંડિત આભાથી નિખરેલા શ્રીકાશી વિશ્વનાથ ધામમાં માતા લક્ષ્મીની કૃપા વરસી રહી છે.  આંકડાઓ પ્રમાણે ગત નાણાકીય વર્ષની સરખામણીએ મંદિરની આવકમાં આશરે 2.5 ગણો વધારો જોવા મળી રહ્યો છે. પાછલા વર્ષોમાં વર્ષે આશરે 12થી 15 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થતી હતી. ત્યારે હવે મંદિર પ્રશાસનને દરરોજ હેલ્પ ડેસ્ક, ડોનેશન, આરતી વગેરે દ્વારા આશરે 2 કરોડ રૂપિયાની આવક થઈ રહી છે.  પહેલા સામાન્ય દિવસોમાં 10થી 15 હજાર ભક્તો દર્શન કરતા હતા. આજે સામાન્ય દિવસોમાં આશરે 70 હજાર અને વીકેન્ડમાં આશરે એક લાખ ભક્તો બાબાના દરબારમાં હાજરી પુરાવવા પહોંચી રહ્યા છે. ભક્તોની ગણતરી કરવા માટ...

CBSE Class 10 Hindi Exam 2022 (Term 2): Check Letter Writing Format (Formal & Informal) with Important Examples for Full Marks

CBSE Class 10 Hindi Term 2 Exam 2022: Read here the correct format of letter writing (for both formal and informal letters). Also, check important examples of formal and informal letters to practice for Term 2 Exam 2022.

UPPSC ACF/RFO Mains Admit Card 2022 (Released) @uppsc.up.nic.in, Download Link Here

UPPSC has released the admit card for the ACF RFO Main examination 2021 on its official website @uppsc.up.nic.in. Check how to download UPPSC ACF/RFO Mains Admit Card 2022 steps, link and exam date details below here.

OPSC IMO DV Date 2022 Out for Insurance Medical Officer Post @opsc.gov.in, Check Schedule Here

 OPSC has released the document verification schedule for the post of Insurance Medical Officer on its official website-opsc.gov.in, Check schedule here.

રશિયન ઉદ્યોગપતિ અને યુક્રેનિયન શાંતિ વાટાઘાટકાર શંકાસ્પદ ઝેરની લપેટમાં

Image
- અબ્રામોચિવ અને યુક્રેન ટીમના ઓછામાં ઓછા બે વરિષ્ઠ સદસ્યો શંકાસ્પદ ઝેરથી અસરગ્રસ્ત થયા હતા નવી દિલ્હી, તા. 29 માર્ચ 2022, મંગળવાર  રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલું છે. તમામ પ્રયત્નો કરવા છતાં કોઈ નક્કર પરિણામ નથી મળ્યું. રશિયન અબજપતિ રોમન અબ્રામોવિચ અને યુક્રેનના શાંતિ વાર્તાકારોએ માર્ચ મહિનાની શરૂઆતમાં કીવમાં એક બેઠક કરી હતી. બેઠક બાદ આ ચારેય લોકોને શંકાસ્પદ ઝેરની લપેટમાં આવ્યા હતા. આશંકા છે કે, શાંતિ વાટાઘાટને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું હશે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે આ મામલા સાથે જોડાયેલા લોકોનો હવાલાથી સોમવારે આ જાણકારી આપી હતી.  અબ્રામોચિવ અને યુક્રેન ટીમના ઓછામાં ઓછા બે વરિષ્ઠ સદસ્યો શંકાસ્પદ ઝેરથી અસરગ્રસ્ત થયા હતા. અબ્રામોચિવ યુક્રેનની વિનંતી પર વાટાઘાટોમાં મદદ કરવા માટે સમંત થયા હતા જેથી યુક્રેન પર રશિયાના હુમલાને રોકી શકાય. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેનની સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.  શંકાસ્પદ ઝેરનો શિકાર થયેલા લોકોમાં આંખોની લાલાશ, સતત દુખાવો અને ચહેરા અને હાથની ચામડીના છોલાવાનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી ...

JKPSC Medical Officer Admit Card 2022 To Release on Apr 10 @jkpsc.nic.in,Check Exam Schedule

JKPSC has released short notice regarding the Exam Admit Card/Exam Date for the Medical Officer (Allopathic) on its official website-jkpsc.nic.in. Check schedule here.

OSSC Interview Admit Card 2020-22 On March 31 for Small Financial Inclusion Officer Post @ossc.gov.in, Check Schedule

OSSC has released notice for Admit Card/Schedule for the post of Small Savings & Financial Inclusion Officer on its official website- ossc.gov.in.

સસ્તા મકાનો આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના 31 માર્ચે સમાપ્ત થશે

Image
- અત્યાર સુધીમાં 1.15  કરોડ મકાનને મંજૂરી આપવામાં આવી છે નવી દિલ્હી, તા. 29 માર્ચ 2022, મંગળવાર  આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનો ઉદ્દેશ્ય અને તેમાં સમાયેલ પીએમનું સ્વપ્ન આગામી 18 મહિનામાં પૂર્ણ થશે. રાજ્યસભામાં સોમવારે સભ્યોના પૂરક પ્રશ્નોના ઉત્તર આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સરકારે રાજ્યો દ્વારા કરવામાં આવેલી આકલન માગોના આધાર પર PMAY-U અંતર્ગત 1.15 ઘરોને મંજૂરી આપવામાં આવી છે જે માર્ચ 2022માં સમાપ્ત થઈ રહી છે. અને આગામી 18 મહિનામાં વિવિધ યોજનાઓ પૂર્ણ થઈ જશે.  એક મહત્વના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું કે, 31 માર્ચ, 2022 પછી ક્રેડિટ લિક્ડ સબસિડી યોજના ચાલુ રાખવાની સમીક્ષા પર વિચાર કરવામાં નથી આવી રહ્યો. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U)ની પરિકલ્પના જૂન 2015માં કરવામાં આવી હતી અને ઘરોની માગ એક કરોડના શરૂઆતી અનુમાન કરતા ઘણી આગળ નીકળી ગઈ છે. આ સંખ્યા હાલમાં 1.15 કરોડ છે અને ચાલુ નાણાકીય વર્ષના બાકીના ત્રણ દિવસમાં તે વધુ આગળ નીકળી જશે. પુરીએ કહ્યું કે, આ વડા પ્રધાનનું સપનું હતું...

અમદાવાદમાં પેટ્રોલ મંગળવારથી પેટ્રોલ રૂ 100ની નજીક, ભાવ 79 પૈસા વધ્યા

Image
અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલમાં હળવા વધારાના ડોઝ સતત ચાલી રહ્યો છે. મંગળવાર સવારથી અમલમાં આવે એ રીતે પેટ્રોલના ભાવમાં ૭૯ પૈસા અને ડીઝલમાં ૭૨ પૈસાના વધારાની જાહેરાત કંપનીઓએ આજે કરી હતી. મંગળવાર સવારે હવે સાદું પેટ્રોલ રૂ ૯૯.૯૦ અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.૧૦૩.૨૪ પ્રતિ લીટર અમદાવાદમાં મળશે. આવી જ રીતે ડીઝલના સાદું રૂ.૯૪.૦૭ અને ડીઝલ પ્રીમિયમ રૂ ૧૦૩.૯૪ના ભાવથી અમદાવાદમાં મળશે. ચાર રાજ્યોમાં ચૂંટણીના કારણે ભાવ વધારો સ્થગિત થયો હતો જે દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા હતા. ભારત તેની કુલ જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ આયાત કરે છે એટલે ભાવ વધી રહ્યા છે. ત્રણ મહિના ભાવ સ્થિર રહ્યા હોવાથી ભારતના સ્થાનિક ભાવ લગભગ રૂ.૨૩ પ્રતિ લીટર, પડતર કિંમત કરતા ઓછા છે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૧ની જેમ ખોટ ભરપાઈ કરવા હવે તબક્કાવાર ભાવ વધારી રહી છે

RBI Grade B 2022 Exam Dates. Eligibility, Vacancies, Selection Procedure, Syllabus & Exam Pattern, Salary, How to Apply

RBI Grade B 2022 Registration Starts Today on 28th March 2022. Check Eligibility, Vacancies, Selection Procedure, Syllabus & Exam Pattern, Salary, How to Apply for 294 vacancies of the RBI Grade B Officers General, DEPR, and DSIM.

UPSC 2022: How Is The Number Of IAS Officers Vacancies Decided? Will UPSC Vacancies Increase This Year?

In the article below know how the strength of IAS officers to be recruited in India is decided and if there is a shortage of IAS officers in India? Also know if the vacancies of UPSC will increase this year or not. 

RBI Grade B 2022 Online Application Started for 294 Vacancies @opportunities.rbi.org.in Today!

RBI Grade B 2022: Reserve Bank of India has started the registrations for the post of Officers in Grade B. Check Direct Link Here. 

Indian Army Recruitment 2022: Apply for Cook, Range Chowkidar and Others @indianarmy.nic.in, Check Eligibility

Indian Army has invited online application for the 14 Cook and other post on its official website. Check Indian Army  recruitment 2022 application process, age limit, qualification and other details here.

UPSSSC JE Revised Exam Date 2018-22 (Out)@upsssc.gov.in, Check Schedule for Jr Engineer, Computer & Foreman

UPSSSC has released the revised exam date for the Junior Engineer (JE)/Computer/Foreman  posts on its official website-upsssc.gov.in. Download PDF here.

રાષ્ટ્રપતિ બનાવવાના પ્રસ્તાવના બદલામાં BJPની 'મદદ' મામલે માયાવતીનું મૌનભંગ

Image
- માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને RSSએ તેમના સમર્થકોને આડેપાટે ચડાવવા માટે ખોટો પ્રચાર કર્યો હતો લખનૌ, તા. 28 માર્ચ 2022, સોમવાર ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મદદ કરવાના આરોપો અને તેના બદલામાં તેમને રાષ્ટ્રપતિ બનાવવાના પ્રસ્તાવ સાથે સંકળાયેલા દાવા પર બસપા સુપ્રીમો માયાવતીએ આકરી પ્રતિક્રિયા આપી છે. બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ રવિવારે એક કાર્યક્રમ દરમિયાન આ આરોપોનો જવાબ આપ્યો હતો.  માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને RSSએ તેમના સમર્થકોને આડેપાટે ચડાવવા માટે એવો ખોટો પ્રચાર કર્યો હતો કે, જો ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતવા દેવામાં આવશે તો બહેનજીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે.  ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ કોઈ પણ પાર્ટીના આ પ્રકારના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે.  વિધાનસભા ચૂંટણીમાં આકરા પરાજય બાદ બસપા પ્રમુખ માયાવતીએ પહેલી વખત પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો અને પૂર્વ ઉમેદવારોની સમીક્ષા બેઠકને સંબોધીત કરી હતી. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં બસપાને નબળી પાડવા માટે ભાજપે એક વિચારીને રચેલા ષડ...

શું દેશના અમુક રાજ્યોમાં હિંદુઓને પણ મળશે અલ્પસંખ્યકનો દરજ્જો, જાણો સરકારે શું કહ્યું

Image
- દેશના ઓછામાં ઓછા 10 રાજ્યોમાં હિંદુ પણ અલ્પસંખ્યક છે પરંતુ તેમને અલ્પસંખ્યકો માટેની યોજનાનો લાભ નથી મળી શકતો નવી દિલ્હી, તા. 28 માર્ચ 2022, સોમવાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એ વાતથી અવગત કરી છે કે, રાજ્ય સરકારો પણ પોતાના રાજ્યની સીમામાં હિંદુ સહિતના ધાર્મિક અને ભાષાકીય સમુદાયોને અલ્પસંખ્યક ઘોષિત કરી શકે છે. વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે આ દલીલ કરી હતી જેમાં તેમણે અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાનો માટે રાષ્ટ્રીય આયોગ અધિનિયમ 2004ની કલમ-2 (એફ)ની વૈદ્યતાને પડકારી છે.  ઉપાધ્યાયે પોતાની અરજીમાં કલમ-2 (એફ)ની વૈદ્યતાને પડકારતા કહ્યું છે કે, તે કેન્દ્રને અખૂટ શક્તિ આપે છે જે સ્પષ્ટપણે મનમાનીપૂર્વકનું, અતાર્કિક અને નુકસાનકારક છે. અરજીકર્તાએ દેશના વિભિન્ન રાજ્યોમાં અલ્પસંખ્યકોની ઓળખ માટે દિશા-નિર્દેશ નિર્ધારિત કરવા નિર્દેશ આપવાની માગણી કરી છે. તેમની દલીલ છે કે, દેશના ઓછામાં ઓછા 10 રાજ્યોમાં હિંદુ પણ અલ્પસંખ્યક છે પરંતુ તેમને અલ્પસંખ્યકો માટેની યોજનાનો લાભ નથી મળી શકતો.  અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલયે પોતાના જવાબમાં કહ્યું કે, હિ...

DC vs MI IPL 2022: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો

Image
- દિલ્હી કેપિટલ્સને પહેલી સફળતા મળી જેમાં રોહિત શર્મા 41 રન બનાવીને આઉટ થઈ ગયા  મુંબઈ, તા. 27 માર્ચ 2022, રવિવાર ઈન્ડિયન પ્રીમિયર લીગના આજે 2 મુકાબલા છે. બપોરે 3:30 કલાકે શરૂ થયેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આમને-સામને છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી કોઈ જ ખિતાબ નથી જીતી શકી પરંતુ ઋષભ પંતની આગેવાનીમાં ટીમ ઈતિહાસ રચવાનો પ્રયત્ન કરશે. દિલ્હી કેપિટલ્સની ટીમ હાલ વિદેશી ખેલાડીઓની તંગીનો સામનો કરી રહી છે ત્યારે પહેલા મુકાબલામાં તે શું કરશે તેના પર સૌ કોઈની નજર છે.  @ 4:51 PM પોલાર્ડ આઉટ કીરોન પોલાર્ડ 3 રન બનાવીને આઉટ થઈ ગયો છે. કુલદીપ યાદવે તેને ટિમ સેફર્ટના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. 16 ઓવર્સ બાદ MI- 123/4. ઈશાન કિશન 47 અને ટિમ ડેવિડ 1 રન બનાવીને રમી રહ્યા છે.  @ 4:42 PM મુંબઈની ત્રીજી વિકેટ પડી મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી ગઈ છે. તિલક વર્માએ 22 રન બનાવીને ચાલતી પકડી છે. તિલક વર્માને ખલીલ અહમદે પૃથ્વી શોના હાથે કેચઆઉટ કરાવ્યો. ઈશાન કિશન 45 અને કીરોન પોલાર્ડ શૂન્ય રન બન...

RBI Assistant Cut-Off 2022: Check Prelims Expected, Previous Cut-off Marks

Check RBI Assistant Prelims Expected Cut-Off 2022 and Previous Years’ Cut-off Marks. The overall difficulty level was Easy to Moderate and they were able to make 84 to 92 overall good attempts.

હવામાં ઉડતા વિમાન, ડ્રોનને તોડી પાડતી મિસાઈલનુ ભારતે કર્યુ સફળ પરિક્ષણ

Image
નવી દિલ્હી, તા. 27. માર્ચ. 2022 રવિવાર ભારતે જમીન પરથી હવામાં માર કરનારી મધ્યમ અંતરની મિસાઈલનુ વધુ એક સફળ પરિક્ષણ કર્યુ છે. ઓરિસ્સાના ચાંદીપુર ખાતેથી આ મિસાઈલનુ સવારે 10-30 વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યુ હોવાની જાણકારી ડીઆરડીઓએ આપી છે.ડીઆરડીઓનુ કહેવુ છે કે, પરિક્ષણ સફળ રહ્યુ છે અને હવામાં રહેલા ટાર્ગેટને મિસાઈલે સફળતાપૂર્વક ભેદી બતાવ્યુ છે. આ પરિક્ષણ પહેલા ભારતે 23 માર્ચે જમીન પરથી જમીન પર માર કરનારી બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલનુ પણ સફળ ટેસ્ટિંગ કર્યુ હતુ.જેમાં મિસાઈલે પોતાના ટાર્ગેટને સફળતાપૂર્વક હીટ કરી બતાવ્યો હતો. મિડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનુ વજન 275 કિલો હોય છે.તેની લંબાઈ 4.5 મીટર છે.તેના પર 60 કિલોનુ વોરહેડ ફિટ કરી શકાય છે.બીજા શબ્દોમાં કહેવાય તો 60 કિલો વજનનો બોમ્બ તેના પર ફિટ કરાય છે. તેની રેન્જમાં આવનાર કોઈ પણ જાતનુ પ્લેન, ડ્રોન કે મિસાઈલને આ મિસાઈલ તોડી પાડે છે.ખરાબ હવામાનમાં પણ તે 70 કિલોમીટરની રેન્જમાં હવામાં ઉડતા કોઈ પણ ઓબ્જેક્ટને વિંધી નાંખવા માટે સક્ષમ છે.આ પહેલા પણ તેના સંખ્યાબંધ ટેસ્ટ થઈ ચુકયા છે. મિસાઈલ સાથે કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ, ટ્રેકિંગ રડાર, મિસાઈલ ...

CBSE Cass 10 Hindi A Practice Paper for Term 2 Exam 2022 (Based on CBSE Sample Paper): Solve for Quick Revision and High Score

Check CBSE Class 10 Hindi A Practice Paper for Term 2 Exam 2022 is provided here along with the solution to practice important questions for the exam. This paper is based on CBSE Class 10 Hindi A Sample Paper.

અંતિમ બોલ પર સાઉથ આફ્રિકા સામે હારી ભારત વર્લ્ડકપમાંથી બહાર, નો બોલ ભારે પડી ગયો

Image
નવી દિલ્હી, તા. 27. માર્ચ. 2022 રવિવાર સાઉથ આફ્રિકા સામેની હાર સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે . સાઉથ આફ્રિકાનો ભારત સામે આખરી બોલ પર વિજય થયો હતો.ભારતે પહેલા બેટિંગ કરતા 274 રન કર્યા હતા અને સાઉથ આફ્રિકાએ છેલ્લા બોલે 7 વિકેટ ગુમાવીને 275 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. હવે મહિલા વર્લ્ડકપની સેમી ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે તેમજ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે. ભારતીય સિનિયર ક્રિકેટર મિતાલી રાજ અને જુલન ગોસ્વામીનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો અને તેમનુ આખરી વર્લ્ડ કપમાં રમીને્ ભારત માટે આ કપ જીતવાનુ સ્વપ્ન પણ તુટી ગયુ છે. છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને સાત રન કરવાના હતા.દિપ્તી શર્માએ છેલ્લી ઓવર નાંખી હતી.તેની બોલિંગ તો સારી હતી પણ પાંચમો બોલ નો બોલ હતો અને્ આ બોલ પર ભારતને વિકેટ મળી હતી.આમ ના તો ભારતને વિકેટ મળી હતી અને એક એકસ્ટ્રા રન પણ સાઉથ આફ્રિકાને મળી ગયો હતો.સાથે સાથે ફ્રી હિટ પણ મળી હતી. ભારતીય ટીમ તરફથી મિતાલી રાજે 68, શેફાલી વર્માએ 53 અને અને સ્મૃતિ મંદાનાએ 71 રનની ઈનિંગ રમી હતી. અને સાઉથ આફ્રિકા તરફી વો્લવાર્ડે 80 રન તથા મિગનન ડુ...

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ એક વૃદ્ધિ

Image
અમદાવાદ, તા. 27 માર્ચ 2022, રવિવાર  છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. ૩.20 પ્રતિ લીટરના વધારા બાદ રવિવાર સવારે ૬ કલાકથી અમલમાં આવે તે રીતે વધુ 50 પૈસા અને ડીઝલના ભાવમાં 56 પૈસા પ્રતિ લીટરના વધારાની જાહેરાત કરવામાં આવી છે. રવિવારે સવારે હવે સાદું પેટ્રોલ રૂ. 98.81 અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.102.15 પ્રતિ લીટર અમદાવાદમાં મળશે. આવી જ રીતે ડીઝલના સાદું રૂ.92.99 અને ડીઝલ પ્રીમિયમ રૂ 102.84ના ભાવથી અમદાવાદમાં મળશે. ચાર રાજ્યોમાં ચૂંટણીના કારણે ભાવ વધારો સ્થગિત થયો હતો જે દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા હતા. ભારત તેની કુલ જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ આયાત કરે છે એટલે ભાવ વધી રહ્યા છે. ત્રણ મહિના ભાવ સ્થિર રહ્યા હોવાથી ભારતના સ્થાનિક ભાવ લગભગ રૂ.23 પ્રતિ લીટર, પડતર કિંમત કરતા ઓછા છે. કેન્દ્ર સરકાર વર્ષ 2021ની જેમ ખોટ ભરપાઈ કરવા હવે તબક્કાવાર ભાવ વધારી રહી છે. 

Aadhaar સાથે લિંક થઈ શકે છે વોટર કાર્ડ, NRI માટે ઓનલાઈન વોટિંગ અંગે વિચારણા

Image
-  'વન નેશન, વન વોટર લિસ્ટ' હોય તેવી સરકારની વિચારણા નવી દિલ્હી, તા. 27 માર્ચ 2022, રવિવાર કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજીજૂએ શુક્રવારે જણાવ્યું કે, દેશમાં બોગસ વોટિંગ રોકવા માટે સરકાર 'વન નેશન, વન વોટર લિસ્ટ' (One Nation, One Voter List) અંગે વિચારણા કરી રહી છે. આ સાથે જ ઓનલાઈન વોટિંગ (Online Voting) સિસ્ટમ માટે પણ વિચારણા ચાલુ છે. રિજીજૂએ લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન સદસ્યોના પૂરક પ્રશ્નોનો જવાબ આપતી વખતે આ વાત કરી હતી.  ભાજપના અજય નિષાદના પૂરક સવાલના જવાબમાં રિજીજૂએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં બોગસ વોટિંગ રોકવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે માત્ર એક જ વોટર લિસ્ટ લાવવાનો વિચાર છે. તેમણે જણાવ્યું કે, 'અમે ચૂંટણી પંચ સાથે આ મામલે વાતચીત કરી છે. થોડા સમય પહેલા વોટર લિસ્ટને આધાર (Aadhaar) સાથે લિંક કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી. આ બધું ફરજિયાત નહીં પરંતુ સ્વૈચ્છિક છે અને તેના કારણે બોગસ વોટિંગ રોકવામાં સફળતા મળે તેવી શક્યતા છે.' 'વન નેશન, વન વોટર લિસ્ટ' અંગે વિચારણા રિજીજૂના કહેવા પ્રમાણે ચૂંટણી સુધારણા માટે ભવિષ્યમાં પણ જરૂરી પગલા ભરવ...

ED પણ RTIના દાયરામાં આવે છે, માનવ અધિકાર હેઠળ માહિતી આપવી પડે

Image
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2022, શનિવાર  દિલ્હી હાઈકોર્ટે એક કર્મચારીની અરજીની સુનાવણીમાં ઠેરવ્યું છે કે એન્ફોરસમેન્ટ ડિરેક્ટરેટ (ED) ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રાઈટ ટુ ઇન્ફર્મેશન (RTI) થી બચી શકે નહિ. વાત જ્યારે ભ્રષ્ટાચાર અને માનવ અધિકારની હોય ત્યારે કોઈપણ સંસ્થા તેના દાયરામાં આવી જાય છે  આ કેસમાં એક કર્મચારીએ પોતાના હક માટે ED પાસેથી કેટલીક માહિતી RTI હેઠળ માંગી હતી પણ તેને નહિ મળતાં તેણે આ કેસ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે RTI કોઇ વ્યક્તિની ફરિયાદ અને અધિકાર માટેની સિસ્ટમ છે અને એ તેનો અધિકાર છે જે ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રોકી શકાય નહિ. જોકે, ક્રોટે એ સ્વીકાર્યું હતું કે ED પાસેથી કોઈ કેસની વિગત કે કેસમાં કરેલી કામગીરી કે ત્રાહિત વ્યક્તિ અંગેની માહિતી RTI ના દાયરામાં આવતી નથી અને તે માહિતી નહિ આપવાની એજન્સીને મુક્તિ મળી છે. પણ કર્મચારી માત્ર પોતાના સંબંધિત માહિતી ચોક્કસ માંગી શકે અને આ તેનો અધિકાર છે.

આયુર્વેદ કે અલોપેથી મળે સરખો પગાર: સુપ્રીમ કોર્ટનો આદેશ

Image
નવી દિલ્હી તા. 26 માર્ચ 2022, શનિવાર  આર્યુવેદ, યૂનાની, હોમીયોપેથી કે અન્ય ડોકટરને પણ એલોપેથીક કે ડેન્ટલ ડોકટર જેટલો જ પગાર મળવો જોઈએ. એમાં કોઈ ભેદભાવ રખાય તો તે બંધારણની કલમ 14ની વિરુદ્ધ ગણાય, એવો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે એક કેસમાં આપ્યો છે. કેસની વિગત અનુસાર, ઉત્તરાખંડ રજયમાં 2012માં નેશનલ હેલ્થ મિશન અનુસાર આયુષ (આયુર્વેદ, યોગા, યૂનાની, સિધ્ધા અને હોમીયોપેથી) તેમજ એલોપેથીક તબીબની ભરતી થઈ હતી. સરકારે બન્ને માટે પગારના ધોરણ અલગ અલગ રાખ્યા હતા. આ સામે આયુષ ડોક્ટરોએ ઉત્તરાખંડ હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. અદાલતે આયુષ ડોકટરની તરફેણમાં ચુકાદો આપતાં રાજ્ય સરકારે સુપ્રિમમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ જે એન મહેશ્વરીની બેંચે ચુકાદો આપ્યો હતો કે હાઇકોર્ટ જે નિર્ણય લીધો છે તે વ્યાજબી છે. આયુષ અને અન્ય ડોકટરને સરખો જ પગાર મળવો જોઈએ. આમ થાય નહિ તો તે બંધારણીય જોગવાઇ વિરુદ્ધ છે. અગાઉ ઑગસ્ટ 2021માં અન્ય એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બધા જ ડોકટરો માટે નિવૃત્તિ વયમર્યાદા સરખી હોવાનો ચુકાદો આપ્યો હતો. બન્ને કેસમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે ડોકટરની કામગીરી દર્...

UPSC Recruitment 2022 for 28 Deputy/Assistant Director, and Senior Lecturer Posts, Check Eligibility Criteria & Details Here

UPSC Recruitment 2022 Notification has been released by Union Public Service Commission on upsc.gov.in. Check application process, educational qualification, experience, selection criteria and other details here. 

ઉત્તર પ્રદેશમાં ફરી 'યોગી રાજ' : ભવ્ય સમારંભમાં 53 મંત્રીઓના શપથ

Image
- પીએમ મોદી, પક્ષપ્રમુખ નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા - નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 18 કેબિનેટ, 14 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રી, 20 રાજ્યમંત્રીનો સમાવેશ કરાયો - ઉ. પ્રદેશમાં 40માંથી 33 બેઠક આપનાર વ્રજ ક્ષેત્રના ચાર કેબિનેટ સહિત સાત મંત્રી - કેશવપ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવનારા યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. યોગી આદિત્યનાથ સાથે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે નાયબ મુખ્યમંત્રી તરીકે તેમજ અન્ય ૫૦ મંત્રીઓએ શપથ લીધા હતા. યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પક્ષપ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત ૧૨ રાજ્યોના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. લખનઉના શહીદ પથ નજીક સ્થિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ૪૯ વર્ષીય યોગી આદિત્યનાથને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. આ સાથે યોગી આદિત્યનાથે દેશના ...

UPSC Geo Scientist Prelims Result 2022 (OUT) @upsc.gov.in, Check List of selected candidates here

UPSC Geo Scientist Prelims Result 2022 has been released by Union Public Service Commission (UPSC). Check UPSC Geo‐Scientist Prelims 2022 Result PDF here.

આજથી ટી-20ના ક્રિકેટ કાર્નિવલ IPLનો રંગેચંગે પ્રારંભ

RPSC ACF Interview Admit Card 2022 Out @rpsc.rajasthan.gov.in, Check ACF/FRO Hall Ticket Link Here

Rajasthan PSC has released the Interview Admit Card for the post of ACF and Forest Range Officer on its official website-rpsc.rajasthan.gov.in. Check process to download.

ગુજરાતની ચૂંટણી માટે પ્રશાંત કિશોરે કર્યો રાહુલ ગાંધીનો સંપર્ક

Image
- ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા કથિત રીતે કિશોરને અભિયાનમાં સામેલ કરવા માટે ઉત્સુક  નવી દિલ્હી, તા. 25 માર્ચ 2022, શુક્રવાર કોંગ્રેસના બે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કથિત રીતે આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના અભિયાન પર કામ કરવા રાહુલ ગાંધી પાસે પહોંચ્યા હતા. હકીકતે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસ નેતૃત્વ અને પ્રશાંત કિશોર વચ્ચે થયેલી વાતચીત બાદ બંનેના રસ્તા ફંટાઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસે પોતાના ચૂંટણી અભિયાનોને સંભાળવા માટે કિશોરના એક પૂર્વ સહયોગી સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જ્યારે પ્રશાંત કિશોર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ માટે રણનીતિ તૈયાર કરવા લાગ્યા હતા.  જાણવા મળ્યા મુજબ કિશોરે માત્ર ગુજરાતની ચૂંટણી પર કામ કરવા માટે વન ટાઈમની રજૂઆત કરી છે. જોકે કોંગ્રેસે હજુ સુધી તેમના પ્રસ્તાવ પર કોઈ નિર્ણય નથી લીધો. આ વાત મંગળવારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક દરમિયાન પણ સામે આવી હતી.  ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા કથિત રીતે કિશોરને અભિયાનમાં સામેલ કરવા માટે ઉત્સુક છે...

4 દિવસમાં ત્રીજી વખત મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો

Image
- ગત વર્ષે નવેમ્બર મહિના બાદથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નહોતો થયો નવી દિલ્હી, તા. 25 માર્ચ 2022, શુક્રવાર રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર 4 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે અને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર 80 પૈસાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.  ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કહેવા પ્રમાણે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 80 પૈસાની વૃદ્ધિ બાદ એક લીટર પેટ્રોલની કિંમત 97.81 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલ 89.07 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બર મહિના બાદથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નહોતો થયો. ત્યાર બાદ ગત મંગળવારથી તેલની કિંમતોમાં વધારો શરૂ થઈ ગયો છે. બે દિવસ સુધી કિંમતમાં વધારો થયા બાદ તેલ કંપનીઓએ ત્રીજા દિવસે ભાવવધારો નહોતો કર્યો પરંતુ આજે ચોથા દિવસે ત્રીજી વખત ઈંધણની કિંમતોમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.  IOCLના કહેવા પ્રમાણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ત...

Which Books Other Than NCERTs Are Important For CBSE Class 10, 12 Term 2 Exams?

Check the list of books you can refer to apart from the NCERT Books to score good marks in CBSE Board Class 10, 12 Term 2 Exams 2022. 

BPSC Interview Admit Card 2022 Out for Factory Inspector Posts @bpsc.bih.nic.in, Check Process to Download

Bihar Public Service Commission has released the interview admit card for the posts of Factory Inspector on Its official website -bpsc.bih.nic.in. Check process to download here.

ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન

Image
- આઝાદીના સંઘર્ષનું સાક્ષી રહ્યું છે ગુજરાતઃ રાષ્ટ્રપતિ ગાંધીનગર, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવ્યા. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને રાષ્ટ્રપતિને વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપી હતી. ત્યાર બાદ 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ધારાસભ્યોને સંબોધનનો આરંભ થયો. રાષ્ટ્રપતિનું સંબોધન વિધાનસભા ગૃહમાં પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલી રાષ્ટ્રગાનની ધૂન સાથે સત્રની કાર્યવાહી શરૂ થઈ હતી. તમામ ધારાસભ્યોએ પાટલીઓ થપથપાવીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.  પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકતંત્રના આ મંદિરમાં તમારી વચ્ચે આવીને મને આનંદ થાય છે. મારૂં સૌભાગ્ય છે કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મને બાપુની જન્મભૂમિ, ગુજરાતની ભૂમિ પર આવવાના અનેક અવસર મળ્યાં. આ સમ...

BPSC Headmaster Primary Recruitment 2022 for 40506 Vacancies, Apply Online @bpsc.bih.nic.in from 28 March

Bihar Public Service Commission is hiring 400000+ Headmaster Primary  Teachers. Check Exam Details, Vacancy Break UP, How to Apply, Selection Process and Salary Here.

બીરભૂમ હિંસા વિવાદ વચ્ચે બંગાળમાં વધુ એક TMC નેતાની હત્યા

Image
કોલકાતા, 24 માર્ચ 2022, ગુરૂવાર  પશ્ચિમ બંગાળમાં એક બાદ એક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બીરભૂમમાં 8 લોકોને જીવતા સળગાવી દેવાનો મામલો હજુ ઠંડો નથી થયો ત્યાં હવે નાદિયા જિલ્લામાં એક TMC નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.  આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. પીડિતનું નામ સહદેવ મંડલ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ TMCના સ્થાનિક કાર્યકર હતા. સહદેવની પત્ની અનિમા મંડળ બગુલા ગ્રામ પંચાયત નંબર-2ના સભ્ય છે. બુધવારે રાત્રે સ્થાનિક લોકોએ તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. આજુબાજુના લોકો તેમને લઈને બગુલાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં પહોંચ્યા હતા. તેમની હાલત વધારે ગંભીર થતા તેમને કૃષ્ણનગર, શક્તિનગરના હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યા તેમનું મૃત્યું થઈ ગયું હતું.  TMC નેતાની હત્યા બાદ શરૂ થઈ હતી હિંસા તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં બીરભૂમમાં TMCના એક પંચાયત નેતા ભાદૂ શેખની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 8 લોકોના સળગીને મૃત્યું થઈ ગયા છે. તેમના ઘરોમાં આગ લગાવી દેવામાં આવી હતી જે...

'અક્સાઈ ચીનને ચીન અધિકૃત જમ્મુ અને કાશ્મીર માનવામાં આવે', સંયુક્ત રાષ્ટ્રમાં માગ

Image
- ઉપયુક્ત શબ્દાવલિનું નિર્માણ અને તેનું અંગીકરણ એક વિવાદિત મુદ્દાને પરિભાષિત કરવા ઉપરાંત તેના સમાધાન માટેનો રસ્તો શોધવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છેઃ જુનૈદ કુરૈશી જમ્મુ, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર જિનેવા ખાતે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 49મા સત્ર દરમિયાન કાશ્મીરી માનવાધિકાર કાર્યકર જુનૈદ કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદેસર કબજાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ રજૂઆત કરતા કહ્યું કે, અક્સાઈ ચીનના એક ખૂબ મોટા હિસ્સા પર ચીને કબજો જમાવેલો છે માટે તેને ઔપચારિક રીતે 'ચીનના કબજાવાળા જમ્મુ અને કાશ્મીર' તરીકેની માન્યતા મળવી જોઈએ. શ્રીનગરના જુનૈદ કુરૈશી બ્રસેલ્સ સ્થિત યુરોપીય ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (EFSAS) ના ડિરેક્ટર છે.  વિવાદના ઉકેલનું માધ્યમ છે શબ્દાવલિ જવાબમાં જુનૈદે કહ્યું કે, હું મારા પૂર્વજોની ભૂમિ જમ્મુ અને કાશ્મીરના મુદ્દે પરિષદનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છું છું. આ અંગે પરિષદમાં અનેક દશકાઓથી ચર્ચા થતી આવી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ મુદ્દા અંગે જે શબ્દાવલિઓ રચવામાં આવેલી છે તે પૈકીની મોટા ભાગની અનેક વર્ષોથી સામાન્ય ઉપયોગમાં લેવાય ...

OSSC SA Interview Admit Card 2022 To Release Tomorrow for Statistical Assistant Posts @ossc.gov.in, Check Schedule

Odisha Staff Selection Commission (OSSC) has released short notice regarding the Interview Admit Card for the Statistical Assistant post on its official website i.e-ossc.gov.in.  Check process to download here. 

Indian Navy SSR AA 2022 Job Profiles, PayScale, Perks, Promotion for 2500 Vacancies

Indian Navy SSR AA 2022:  Check Job Profiles, PayScale, Perks, Promotion for 2500 vacancies of Sailor under AA (Artificer Apprentice) and SSR (Senior Secondary Recruit).

શહીદ દિવસ: ભગત સિંહે ફાંસી પહેલા લખેલો પત્ર બની ગયો ઈન્કલાબનો અવાજ

Image
- 'ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને ખૂબ ઉંચો ઉઠાવી દીધો છે. એટલો ઉંચો કે, જીવીત રહેવાની સ્થિતિમાં હું કોઈ પણ હિસાબે તેનાથી ઉંચો નહીં રહી શકું.' અમદાવાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર   ભારતના ઈતિહાસમાં 23મી માર્ચનો દિવસ હંમેશા માટે અમર રહેશે. વર્ષ 1931માં આજના દિવસે જ ભગત સિંહ, શિવરામ રાજગુરૂ અને સુખદેવ થાપરે દિલમાં આઝાદીનું સપનું વસાવીને હસતા મોઢે ફાંસીને ફંદાને ચૂમી લીધો હતો. ભગત સિંહે ફાંસીના અમુક કલાકો પહેલા પોતાના સાથીઓને એક અંતિમ પત્ર લખ્યો હતો. તેમના હૃદયમાં ફાંસીના ડરને લઈ જરા પણ થડકાર નહોતો. દિલમાં હતી માત્ર દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેવાની એક ઉત્કટ ભાવના. અંગ્રેજો દ્વારા ફાંસી પર લટકાવવામાં આવ્યા ત્યાર બાદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ હંમેશા માટે અમર થઈ ગયા અને ભગત સિંહે લખેલો તે અંતિમ પત્ર દેશવાસીઓ માટે ઈન્કલાબનો અવાજ બની ગયો.  શું હતો ભગત સિંહનો અંતિમ પત્ર તેમણે પત્રમાં લખ્યું હતું કે, ચોખ્ખી વાત છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું તેને સંતાડવા પણ નથી માગતો. આજે એક શરત પર જીવિત રહી શકું છું. હવે હું કેદ રહીને કે બંધાઈને જીવવા ...

MPSC Revised Merit List 2022 (Out) for Subordinate Services State Tax Inspector Posts @mpsc.gov.in, Check List Here

Maharashtra PSC has released the revised merit list for  Subordinate Services Group-B on its official website-mpsc.gov.in. Download PDF.

હૈદરાબાદઃ લાકડાના ગોદામમાં આગ હોનારત, 11ના મોત, અનેક દાઝ્યા

Image
- ગોદામમાં કામ કરતાં માણસો જીવતા ભૂંજાયા, તમામ મૃતકો મૂળે બિહારના હતા હૈદરાબાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર તેલંગાણાના હૈદરાબાદ ખાતે બુધવારે ભારે મોટી આગ હોનારતની ઘટના બની છે. હૈદરાબાદના બાયોગુડા ખાતે લાકડાના એક ગોદામમાં આગ લાગવાના કારણે 11 લોકોના સળગી જવાથી મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો આગની ઝાળ લાગવાના કારણે દાઝી ગયા છે.  આગ હોનારત બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાના કારણે ત્યાં કામ કરતાં લોકો જીવતા ભૂંજાયા હતા અને તેઓ સૌ બિહારના હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું અને પોલીસે આ મામલે તપાસ આરંભી છે. 

OSSC Exam Calendar 2022 (Out) for April-22 @ossc.gov.in, Check PDF for Auditor, Librarian, FSO, JA, AFDO, SSFI and Others

OSSC has released the tentative exam dates scheduled in the Month of April on its official website -ossc.gov.in. Download PDF here.

એલપીજીમાં રૂ. 50નો વધારો : પેટ્રોલ, ડીઝલ સતત બીજા દિવસે 80 પૈસા મોંઘા થયા

Image
- દેશમાં રાંધણ ગેસનો ભાવ એક વર્ષમાં રૂ. 130 વધ્યો - રાંધણ ગેસની કિંમત વધીને રૂ. 956: પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 96.67, ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 90.73 - માર્ચ મહિનામાં દૂધ, સીએનજી, ચા, કોફીના ભાવમાં પણ વધારો થયો: એલપીજીમાં છ મહિના પછી ભાવ વધ્યા નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની સાથે મંગળવારે રાંધણ ગેસમાં પણ પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે લગભગ સાડા ચાર મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો થયો નહોતો. જોકે, હવે સરકારી ઓઈલ કંપનીઓએ ભાવવધારો શરૂ કર્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર ૮૦ પેસાનો ભાવ વધારો કરાયો છે, જેને પગલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૯૧ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૯.૯૧ થયો છે. એજ રીતે ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૫૦ વધીને રૂ. ૯૫૬ થયો છે. આ સાથે સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ પહેલી વખત વિક્રમી સ્તરે પહોંચ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વિક્રમી ઊછાળાને કારણે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વિક્રમી ઊછાળો આવ્યો છે. સરકારી ઓઈલ...

ચીને લદ્દાખ સરહદે ગુપચુપ 624 ગામ બનાવ્યા

Image
- ચીન ખાતે ભારતના નવા રાજદૂતે એસસીઓ ઝાંગ મિંગ સાથે બેઠક કરી - ચીને તિબેટના સ્વાયત્ત વિસ્તારમાં સરહદીય ગામોમાં વીજળી, ઈન્ટરનેટ, પાણી, મજબુત મકાનની સુવિધા ઊભી કરી દીધી - ભારત ચૂંટણી અને ઘરેલુ રાજકારણમાં વ્યસ્ત છે અને ચીન સરહદે ગામો વસાવી રહ્યું છે : બ્રહ્મા ચેલાનીનો કટાક્ષ - ભારતે પણ અરૂણાચલમાં સરહદે ગામડા વસાવવાનું શરૂ કર્યું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા બજેટમાં વિશેષ જોગવાઈ નવી દિલ્હી : ભારત સાથે પૂર્વીય લદ્દાખમાં સંઘર્ષ વચ્ચે ચીનની અવળચંડાઈ સતત ચાલુ જ રહે છે. સરહદ પર શાંતિ માટે વાટાઘાટોનું નાટક કરવાની સાથે ચીન હિમાલયમાં ભારતની સરહદ નજીક એક પછી એક ગામો વસાવતું રહે છે. આ સાથે ચીને સરહદ પર ૬૨૪ ગામો વસાવી લીધા છે અને ત્યાં વીજળી, ઈન્ટરનેટ સહિતની અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. ચીને આ ગામોનું નિર્માણ વિવાદાસ્પદ સરહદની અંદર અથવા ભારતના કબજે કરેલા વિસ્તારો પર કર્યું છે. ચીનના આ ગામડાઓએ ભારતની ચિંતા વધારી દીધી છે. ચીને આ સૈન્યીકૃત ગામોનું નિર્માણ વર્ષ ૨૦૧૭માં પ્રમુખ શી જિનપિંગના આદેશથી શરૂ કર્યું હતું. ચીનની સરકારે તેના દસ્તાવેજમાં ખુલાસો કર્યો છે કે ભારતની સરહદ નજીક કુલ ૬૨૪ ગામ વ...

રશિયા સામે ભારતના વલણ પર જો બાઈડને ઉઠાવ્યા સવાલ

Image
-અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે, યુક્રેન પર રશિયાના હુમલા પર ભારતનું વલણ કેટલાક અંશે અસ્થિર રહ્યું છે નવી દિલ્હી, તા. 22 માર્ચ 2022, મંગળવાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન- રશિયા યુદ્ધ વચ્ચે ભારતના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, યુક્રેન અને રશિયાના હુમલા પર ભારતની સ્થિતિ થોડી અસ્થિર છે. તે જ સમયે, બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે સંયુક્ત મોરચા માટે નાટો, યુરોપિયન સંઘ અને મુખ્ય એશિયન ભાગીદારો સહિત યુએસના નેતૃત્વ હેઠળના ગઠબંધનની પ્રશંસા કરી અને કહ્યું કે, નાટો આજના જેટલું શક્તિશાળી અને સંયુક્ત ક્યારેય નહોતું. જો બાઈડને કહ્યું કે, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડમાં વ્લાદિમીર પુતિનના આક્રમક વલણ સામે ખૂબ જ કડક છે. ભારત આમાં અપવાદ છે, જેનું આ મામલે વલણ થોડું ઢીલું રહ્યું છે. અમેરિકાના વ્યાપારી નેતાઓની બેઠકને સંબોધતા બાયડેને કહ્યું કે, રશિયા સામે ભારતનું વલણ ડગમગી રહ્યું છે.  તમને જણાવી દઈએ કે, યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઘણા કડક પગલાં લીધા છે અને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે....

LPG Price Hike: દૂધ અને પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો

Image
- LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો  નવી દિલ્હી, તા. 22 માર્ચ 2022, મંગળવાર  Russia-Ukraine War ના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાની અસર હવે ઘરેલુ સ્તરે જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ આજથી એટલે કે 22 માર્ચથી ઘરેલુ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. આ અગાઉ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. તેના થોડા દિવસ અગાઉ જ પ્રમુખ દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2-5 રૂપિયાનો વધારો કર્યો હતો. આમ, સામાન્ય જનતાને એક સાથે મોંઘવારીનો માર પડ્યો છે.  50 રૂપિયાનો વધારો સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણા મહિનાના અંતર બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ 6 ઓક્ટોબર 2021 પછી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે.  આ શહેરોમાં આટલો વધ્યો ભાવ  પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 976 ર...

ECGC PO Recruitment 2022 Notification Out: Apply Online From Today, Exam in May

ECGC is hiring 75 Probationary Officer Posts. Check Vacancy, Eligibility, Vacancy, Important Dates Here.

રશિયાના બોમ્બમારા બાદ સુમીના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા ગેસ થયો લીક

Image
- પુતિન સાથે વાતચીત માટે તૈયાર પરંતુ વાતચીત અસફળ રહી તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છેઃ ઝેલેન્સ્કી કીવ, તા. 21 માર્ચ 2022, સોમવાર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 26મો દિવસ છે. રશિયન સેનાએ સોમવારે હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલ્સ વડે યુક્રેનના સૈન્ય મથકોને ટાર્ગેટ કર્યા હતા. આ તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, તેઓ પુતિન સાથે વાતચીત માટે તૈયાર છે પરંતુ વાતચીત અસફળ રહી તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે.  રશિયા દ્વારા કરવામાં આવેલા બોમ્બમારા બાદ સુમી ખાતેના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા ગેસ લીક થયો હતો. Sumykhimprom કેમિકલ પ્લાન્ટ ખાતેથી એમોનિયા ગેસ લીક થયો હતો જેની આસપાસના 2.5 કિમીના ક્ષેત્ર સુધી અસર જોવા મળી. ગેસ લીકેજથી બચવા માટે લોકોને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં જતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. તે સિવાય બાથરૂમમાં જઈને સરખી રીતે સ્નાન કરવા અને નાક પર ભીનો રૂમાલ રાખીને શ્વાસ લેવા માટે સલાહ આપવામાં આવી છે.  ઝેલેન્સ્કી સહિત 3 લોકોને મારવા ઈચ્છે છે રશિયા યુક્રેને કરેલા દાવા પ્રમાણે રશિયન વૈગનર સમૂહોના ફાઈટર્સને રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સહિત 3 લોકોને જીવથી મ...

SHS Bihar ANM Result 2022 Out @statehealthsocietybihar.org, Check DV Schedule Here

State Health Society Bihar (SHSB) has announced the result/dv schedule for Auxiliary Nurse Midwifery (ANM) Post on its official website-statehealthsocietybihar.org. Check DV Schedule here.

GSSSB Head Clerk Provisional Answer Key 2022 Out @gsssb.gujarat.gov.in: Download PDF Here

GSSSB has released the result of the Provisional Answer Key for the post of Head Clerk on its official website-gsssb.gujarat.gov.in. Check PDF downloading link here

જો બાઈડન યુક્રેન સંકટની ચર્ચા કરવા માટે પોલેન્ડની મુલાકાત લેશે: વ્હાઈટ હાઉસ

Image
- વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે અમેરીકી રાષ્ટ્રપતિ 25 માર્ચે પોલેન્ડના પ્રવાસે જશે નવી દિલ્હી, તા. 21 માર્ચ 2022, સોમવાર  યુક્રેન સંકટની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પોલેન્ડની મુલાકાત લેશે. વ્હાઈટ હાઉસ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે અમેરીકી રાષ્ટ્રપતિ 25 માર્ચે પોલેન્ડના પ્રવાસે જશે. ત્યાં તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.બેઠક દરમિયાન તેઓ ચર્ચા કરશે કે, યુક્રેન પર રશિયાના અનુચિત અને અકારણ યુદ્ધના સમયે યુએસ અન્ય સહયોગી અને ભાગીદારો સાથે કેવી રીતે માનવતાવાદી સંકટનો જવાબ આપી રહ્યું છે. ચીનને આપી હતી ચેતવણી અમેરિકાના એક ટોચના રાજદ્વારીએ રવિવારે ચેતવણી આપી હતી કે, જો ચીન રશિયાને સૈન્ય અથવા નાણાકીય સહાય આપવાનું નક્કી કરે છે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, શનિવારે શી જિનપિંગ સાથેની તેમની વાતચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને જો ચીન રશિયાને મદદ કરે તો તેના માટે તેના પરિણામો અને તેના પ્રભાવો વિશે વિગતવાર સમજાવ્યું હતું.  સંયુક્ત રાષ્ટ્રમાં અમેરીકી રાજદૂત લિંડા થોમસ ગ્રીનફિલ્ડે એક ઈન્ટરવ...

'અસાની' વાવાઝોડા વચ્ચે આંદામાન અને નિકોબાર ખાતે અનુભવાયા ભૂકંપના આંચકા

Image
- હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું 22 માર્ચના રોજ બાંગ્લાદેશ-ઉત્તરી મ્યાંમારના કિનારે પહોંચશે નવી દિલ્હી, તા. 21 માર્ચ 2022, સોમવાર અસાની વાવાઝોડું આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ ખાતે પહોંચી ગયું છે. ત્યારે આ બધા વચ્ચે સોમવારે સવારે ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Center for Seismology)ના અહેવાલ પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 મેગ્નિટ્યુડ જેટલી નોંધાઈ હતી.  આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 276 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં દિગલીપુર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 15.66 અક્ષાંસ અને 92.30 રેખાંશ ઉપર 39 કિમી ઉંડાણમાં નોંધાયું હતું. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ પ્રમાણે સોમવારે સવારે 3:25 કલાકે ભૂકંપના આંચકા આવ્યા હતા. જોકે સદનસીબે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.  આ તારીખે પહોંચશે બાંગ્લાદેશ વર્ષનું પ્રથમ વાવાઝોડું અસાની (Cyclone Asani) બંગાળની ખાડીમાં સર્જાયું હતું. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું 22 માર્ચના રોજ બાંગ્લાદેશ-ઉત્તરી મ્યાંમારના કિનારે પહોંચશે. આ કારણે આંદામ...

OSSC FSO Skill Test Admit Card 2022 on March 23 for Food Safety Officer post @ossc.gov.in, Check Schedule

OSSC will release the Skill Test Admit Card for the Food Safety Officer post on 23 March 2022 on its official website -ossc.gov.in. Check schedule here.

SEBI Grade A 2022 Phase 2 Exam Analysis (20th March): Check Difficulty Level, Good Attempts, Paper-wise Exam Review

SEBI Grade A 2022 Phase 2 Today on 20th March). Check SEBI Phase 2 Exam Analysis: Difficulty Level, Good Attempts, Paper-wise Exam Review for English (Descriptive Test), General Stream, Legal & Official Stream, Research Stream.

Ukraine War: રશિયાએ ફરી વાપરી હાઈપરસોનિક મિસાઈલ, 400 લોકો દટાયા

Image
- યુક્રેને કરેલા દાવા પ્રમાણે રવિવારે રૂબિજન અને સેવેરોડનેત્સ્ક ખાતે રશિયાએ જોરદાર બોમ્બમારો કર્યો હતો કીવ, તા. 20 માર્ચ 2022, રવિવાર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ કરેલા દાવા પ્રમાણે તેણે ફરી એક વખત યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલ તાકી છે. રશિયાના દાવા પ્રમાણે તેણે બ્લેક સી ખાતે ડિપ્લોય પોતાના જહાજો દ્વારા હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ કરી છે.  રશિયાએ ફરી એક વખત શાળાની ઈમારતને ટાર્ગેટ કરી છે. યુક્રેને કરેલા દાવા પ્રમાણે રશિયાએ રવિવારે મારિયુપોલ શહેરની એક આર્ટ વિદ્યાલય પર બોમ્બમારો કર્યો હતો. યુદ્ધના કારણે આશરે 400 લોકોએ આ શાળામાં શરણ લીધેલું હતું અને હુમલા બાદ તે કોઈની ભાળ નથી મળી રહી. એક અંદાજ પ્રમાણે તે સૌ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  યુક્રેને કરેલા દાવા પ્રમાણે રવિવારે રૂબિજન અને સેવેરોડનેત્સ્ક ખાતે રશિયાએ જોરદાર બોમ્બમારો કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં રશિયન એરસ્ટ્રાઈકમાં 24 ઘર અને એપાર્ટમેન્ટ તબાહ થયા. બિલ્ડિંગ ધરાશયી થવાના કારણે 7 લોકો કાટમાળમાં દટાયા જેમાંથી 2 બાળકો સહિત 3ના મોત થઈ ગયા...

પાકિસ્તાનઃ સિયાલકોટ ખાતે સેનાના ગોદામ પાસે વિસ્ફોટ

Image
- કેન્ટ વિસ્તારમાં સતત સંભળાયા ધમાકા નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022, રવિવાર પાકિસ્તાનના સિયાલકોટ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. ત્યાં એક બાદ એક એમ અનેક વિસ્ફોટો થયા હતા. પાકિસ્તાની સેનાના નિયંત્રણવાળા ગોળા-બારૂદ ડેપોમાં આ વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, આ વિસ્ફોટ પાક સેનાના ગોળા-બારૂદ ડેપોની અંદર થયો છે કે નહીં.  આ તરફ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ મામલે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. જોકે પાકિસ્તાની સેનાએ હજુ સુધી આ ઘટનાના વિવરણની પૃષ્ટિ નથી કરી. ત્યારે આ મામલે વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે. 

સમગ્ર યુક્રેનમાં વાગી જોખમ દર્શાવતી સાયરન, રશિયન સેનાએ રોકી રેસ્ક્યુ બસ

Image
- દેશ આગામી પેઢીઓ સુધી યુદ્ધના પરિણામો ભોગવશેઃ ઝેલેન્સ્કી કીવ, તા. 20 માર્ચ 2022, રવિવાર રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 25 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આજે સમગ્ર યુક્રેનમાં રશિયા દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવે તેવી શક્યતા છે. આ કારણે યુક્રેનની સરકારે દેશભરમાં એરસ્ટ્રાઈકને લઈ એલર્ટ જાહેર કર્યું છે. યુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેનના મારિયુપોલ ખાતે રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ બસોને રોકી દીધી છે.  યુક્રેનના શહેરો પર રશિયા દ્વારા સતત ઘાતક હુમલાઓ થઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રશિયાએ યુક્રેન પર પોતાની નવી હાઈપરસોનિક મિસાઈલ (Hypersonic Missile) વડે હુમલો કર્યો છે. આ તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ રશિયાને ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે, દેશ આગામી પેઢીઓ સુધી યુદ્ધના પરિણામો ભોગવશે.  બ્રિટન સરકારના એક શીર્ષ અધિકારીએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, એક તરફ મોસ્કો ખાતે શાંતિ વાર્તા ચાલી રહી હતી અને બીજી તરફ રશિયાએ યુક્રેનમાં સૈન્ય હુમલાઓ તેજ કરી દીધા.  એરસ્ટ્રાઈકનું એલર્ટ યુક્રેનના મોટા ભાગના શહેરોમાં રશિયન હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. યુક્રેનની સરકારે સુમી, માઈકોલ...

... તો જમ્મુ કાશ્મીરમાં નહીં પડે CRPFની જરૂર, અમિત શાહનું મહત્વનું નિવેદન

Image
-  અમને આનંદ થઈ રહ્યો છે કે, અમે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાઓને પૂરા કરી શક્યાઃ શાહ શ્રીનગર, તા. 20 માર્ચ 2022, રવિવાર જમ્મુ કાશ્મીર મુદ્દે નવા નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રીલિઝ થયા બાદ ઘાટી અંગેની ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. આ બધા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર ખાતે સુરક્ષાબળોની તૈનાતીને લઈ એક મહત્વનું નિવેદન આપ્યું છે.  ગૃહમંત્રીએ શનિવારે જમ્મુ ખાતે CRPFના 83મા સ્થાપના દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં હિસ્સો લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, બની શકે કે આગામી વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં CRPFની જરૂર ન પડે.  ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં CRPFના રોલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, CRPFએ ઘાટીમાં આતંકવાદ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત કાયદા-વ્યવસ્થાને મજબૂત કરવાનું કામ પણ કર્યું છે. CRPFએ જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં ખૂબ સુંદર કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે, આગામી અમુક વર્ષોમાં આ ત્રણેય ક્ષેત્રોમાં CRPFની જરૂર નહીં રહે. તેનો સંપૂર્ણ શ્રેય CRPFને જ જશે.  CRPFની પ્રશંસા કરતા શાહે જણાવ્યું કે...

APPSC Group 1 & 2 Recruitment 2022 Notification to release soon: 292 Vacancies to be recruited, Details Here

APPSC Recruitment 2022 Notification has been released by Andhra Pradesh Public Service Commission (APPSC). Check application process, educational qualification, experience, selection criteria and other details here. 

હાફિજ સઈદ અને સૈયદ સલાહુદ્દીન વિરૂદ્ધ UAPA અંતર્ગત કેસ દાખલ થાયઃ NIA કોર્ટનો આદેશ

Image
- હાફિજ સઈદ સંયુક્ત રાષ્ટ્ર તરફથી ઘોષિત આતંકવાદી છે અને અમેરિકાએ તેના પર એક કરોડ ડોલરનું ઈનામ રાખેલું છે નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર રાષ્ટ્રીય તપાસ એજન્સી (national investigation agency) કોર્ટે આજે શનિવારના રોજ લશ્કર-એ-તૈયબાના (LeT) સંસ્થાપક હાફિજ સઈદ (hafiz saeed) અને હિજબુલ મુજાહિદીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક, શબ્બીર શાહ, મસરત આલમ સહિતના અનેક કાશ્મીરી અલગાવવાદી નેતાઓ વિરૂદ્ધ યુએપીએ (UAPA)ની વિભિન્ન કલમો અંતર્ગત આરોપો નિર્ધારિત કરવા માટે આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાફિજ સઈદને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.  NIA કોર્ટે જાણ્યું કે, ટેરર ફન્ડિંગ માટેના પૈસા પાકિસ્તાન અને તેની એજન્સીઓ તરફથી મોકલવામાં આવ્યા હતા અને એટલે સુધી કે રાજદ્વારી મિશનનો ઉપયોગ પણ નાપાક ઈરાદાઓને પાર પાડવા માટે કરવામાં આવ્યો હતો. કોર્ટે નોટ કર્યું કે, ઘોષિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને ખૂંખાર આરોપી હાફિજ સઈદ દ્વારા ભારતમાં ટેરર ફન્ડિંગ માટે પૈસા મોકલવામાં આવ્યા હતા.  મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે હાફિજ હાફિજ સઈદ સંયુક્ત રાષ્ટ્ર તરફથી ઘોષિત આતંકવાદી છ...

ESIC UDC 2022 Phase-1 Prelims Exam Analysis (19th March/Shift 1): Check Difficulty Level, Good Attempts, Section-wise Exam Review

ESIC UDC 2022 Phase-1 Prelims Today on 19th March 2022. ESIC UDC 2022 Phase 1 Exam Analysis: Candidates shared overall difficulty level was Easy to Moderate and they were able to make 78 to 86 overall good attempts.

UPSC Civil Services (CSE) Mains DAF 2 2021 Released @upsc.gov.in, Check Direct Link & Easy Steps to fill the form

UPSC CSE Mains DAF 2 2021 has been released by Union Public Service Commission (UPSC) on upsc.gov.in. Check Direct Link Here.

વધુ હિંસક હુમલાની તૈયારીમાં રશિયા, સૈનિકોને આર્મેનિયાથી મોકલશે યુક્રેન

Image
- રશિયન પ્રતિનિધિમંડળના પ્રમુખે કહ્યું હતું કે, યુક્રેનના તટસ્થ દરજ્જાને લઈ બંને પક્ષ સમજૂતીની નજીક પહોંચી ગયા છે કીવ, તા. 19 માર્ચ 2022, શનિવાર રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ વધારે ભીષણ બની શકે છે. રશિયા પોતાના આર્મેનિયા ખાતે તૈનાત સૈનિકોને પણ યુક્રેન મોકલવાની યોજના બનાવી રહ્યું છે. કીવ ઈન્ડિપેન્ડન્ટે યુક્રેનના સશસ્ત્ર બળોના હવાલાથી આ અંગેની જાણકારી આપી હતી. ત્યાં 102મા રશિયન સૈન્ય બેઝમાંથી કેટલાક યુનિટ્સ ટ્રાન્સફર કરવામાં આવશે. રશિયાનો ઉદ્દેશ્ય ત્યાં પોતાની યુદ્ધ ક્ષમતાને વધારે મજબૂત બનાવવાનો છે. તેવામાં આ યુદ્ધ હજુ અટકશે નહીં તેમ માનવામાં આવે છે.  યુક્રેનના સશસ્ત્ર બળોના જનરલ સ્ટાફે એક દિવસ પહેલા ફેસબુક પર જણાવ્યું હતું કે, 'યુક્રેનના લોકો રશિયન સૈન્ય આક્રમણ વિરૂદ્ધ બહાદૂરીપૂર્વક લડી રહ્યા છે, જેનો આજે 23મો દિવસ છે. વ્યક્તિગત એકમોની યુદ્ધ ક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. રશિયાના સૈન્ય નેતૃત્વએ આર્મેનિયા ખાતે 102મા સૈન્ય અડ્ડામાંથી અમુક એકમોને યુક્રેનમાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી છે.' રશિયાએ 24 ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત યુક્રેન પર હુમલો કર...

કેવડિયા જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણી-પક્ષીઓએ તોડ્યો દમ, જાણો કારણ

Image
- 3 વર્ષમાં વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી જાનવરો અને પક્ષીઓને લાવવા માટે આશરે 5.47 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો અમદાવાદ, તા. 19 માર્ચ 2022, શનિવાર ગુજરાતના કેવડિયા જંગલ સફારી ખાતે પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યા મુજબ સફારીમાં 163 પ્રાણીઓ અને પક્ષીઓ પૈકીના 53ના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા જંગલ સફારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારની સૌથી વધારે મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક છે.  વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ જાણકારી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે, 163 પ્રાણીઓ અને પક્ષીઓમાંથી 53ના મોત થયા જે વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ તેમાં 22 પક્ષીઓ અને પ્રાણીઓ વિદેશી છે.  કેટલો ખર્ચ થયો વર્ષ 2019, 2020 અને 2021માં સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વિદેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી જાનવરો અને પક્ષીઓને લાવવા માટે આશરે 5.47 કરોડ રૂપિ...

બંગાળની ખાડીમાં 'અસાની' વાવાઝોડું રચાયું આંદામાન-નિકોબારમાં ભારે વરસાદની વકી

Image
- વર્ષના પ્રથમ વાવાઝોડાનું નામ શ્રીલંકાએ સૂચવ્યું - બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર 19 માર્ચની સવાર સુધી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે નવી દિલ્હી : વર્ષનું પ્રથમ વાવાઝોડું 'અસાની' દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં રચાયું છે અને આવતીકાલથી અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો કે પૂર્વીય તટીય વિસ્તારોમાં વરસાદ પડશે નહીં.  પોતાના પ્રથમ પ્રિ જિનેસિસ ટ્રેક એન્ડ ઇન્ટેન્સિટી ફોરકાસ્ટ મુજબ ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ જણાવ્યું છે કે મંગળવારે બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર ૧૯ માર્ચની સવાર સુધી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. ત્યારબાદ ઉત્તરની આગળ વધશે અને ૨૦ માર્ચ સુધીમાં અંડમાન નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા છે. ઓછા દબાણનું ક્ષેત્ર શનિવાર સુધી સારી રીતે ચિન્હિત નિમ્ન દબાણવાળા ક્ષેત્રમાં, ત્યારબાદ આગળ વધીને રવિવાર સુધીમાં અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ૫૫ થી ૬૫ કિમી  પ્રતિ કલાકથી ૭૫ કિમી પ્રતિ કલાકના ઝડપી પવનોની સાથે એક દબાણમાં પરિવર્તિત થવાની શક્યતા છે.  આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું...

બાળકોને બચાવી શક્યો નહીં, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું : ઝેલેન્સ્કી

Image
- યુદ્ધનો 22મો દિવસ : શાંતિ વાટાઘાટો વચ્ચે રશિયાનું વિરોધાભાસી વલણ, થિયેટર પર હુમલામાં 1200નાં મોતની આશંકા - વ્લાદિમિર પુતિન યુદ્ધ ગુનેગાર : રશિયન પ્રમુખ વિરુદ્ધ જો બાઈડેનની સૌથી આકરી ટીપ્પણી, અમેરિકન પ્રમુખ આજે જિનપિંગ સાથે ચર્ચા કરશે - જર્મની પોતાના અર્થતંત્રને બચાવવા રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લાદતા ડરે છે : ઝેલેન્સ્કીનો આક્ષેપ - રશિયાના 14,000 સૈનિકો માર્યા ગયા, 86 વિમાનો, 108 હેલિકોપ્ટર્સ, 444 ટેન્કો તોડી પાડયાનો યુક્રેનનો દાવો કીવ : રશિયા અને યુક્રેને યુદ્ધ ખતમ કરવા માટે વાટાઘાટોના પ્રયાસો અંગે આશાવાદી વલણ અપનાવ્યું છે તેવા સમયે રશિયાએ યુદ્ધના ૨૨મા દિવસે પોર્ટ સિટી મારિયુપોલમાં એક થિયટરને આર્ટિલરી હુમલો કરી તોડી પાડયું હતું. કામચલાઉ આશ્રય સ્થાન બનાવાયેલા આ થિયેટરમાં સેંકડો લોકોએ આશરો લીધો હતો અને આ હુમલામાં બાળકો સહિત ૧૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે તેમ યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. રશિયાની વધતી આક્રમક્તા વચ્ચે અમેરિકા અને બ્રિટને યુક્રેનને વધુ એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અને ડ્રોન આપવાની જાહેરાત કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી અનેક વખત ત્રીજા વ...