ચીન સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોના ફરી ત્રાટક્યો, એક અઠવાડિયામાં 36 લાખ કેસ, 10 હજારના મોત


- ચીનમા શ્વાસ સબંધી બિમારીઓને કારણે થતાં મોત પણ કોરોનામાં ગણી લેવાશે  

- ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ કોરોનાના કેસોમાં ઝડપી વધારો 

- ચીનમાં આગામી મહિનાઓમાં પંદરથી વીસ લાખ લોકોના મોતનો વરતારો

લંડન : ચીન સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ બીએફ.૭નો પગપેસારો વધી જવાને પગલે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ ૩૬ લાખ કેસો અને દસ હજારથી વધારે લોકોના મોત નોંધાયા છે. ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ચીનની કોરોનાની ચિંતાજનક હાલતને ધ્યાનમાં લઇ વિશ્વ બેન્કે પણ ચીનનો વિકાસ દરનો  અંદાજ ઘટાડી  ૨.૭ ટકા કરી નાંખ્યો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પણ ઓક્ટોબર ૨૦૨૨માં જ ચીનના વિકાસ દરનો અંદાજ ઘટાડી ૩.૨ ટકા કર્યો હતો. 

છેલ્લા એક સપ્તાહમાં દુનિયાભરમાં કોરોનાના ૩૬,૩૨,૧૦૯ નવા કેસો નોંધાયા છે જેંમાંથી માત્ર જાપાનમાં જ ૧૦,૫૫,૫૭૮ કેસો નોંધાયા છે. આ જ રીતે દક્ષિણ કોરિયામાં ૪,૬૦,૭૬૬ ફ્રાન્સમાં ૩,૮૪,૧૮૪ બ્રાઝિલમાં ૨,૮૪,૨૦૦ યુએસમાં ૨,૭૨,૦૭૫, જર્મનીમાં ૨,૨૩, ૨૨૭ હોંગકોંગમાં ૧,૦૮, ૫૭૭ અને તાઇવાનમાં ૧,૦૭, ૩૮૧ કેસો નોંધાયા છે. જાપાનમાં કોરોનાના ચેપને કારણે છેલ્લા એક અઠવાડિયામાં ૧૬૭૦ જણાના મોત થયા છે. આ ઉપરાંત યુએસમાં ૧૬૦૭, દક્ષિણ કોરિયામાં ૩૩૫, ફ્રાન્સમાં ૭૪૭, બ્રાઝિલમાં ૯૭૩, જર્મનીમાં ૮૬૮, હોંગકોંગમાં ૨૨૬, તાઇવાનમાં ૨૦૩ અને  ઇટાલીમાં ૩૯૭ જણાના મોત થયા છે. 

છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો યુએસમાં કોરોનાના નવા ૨૨,૫૭૮ કેસ, જાપાનમાં ૭૨,૨૯૭ કેસ, જર્મનીમાં ૫૫,૦૧૬ કેસ, બ્રાઝિલમાં ૨૯૫૭૯ કેસ, દક્ષિઁણ કોરિયામાં ૨૬,૬૨૨ કેસ, ફ્રાન્સમાં ૮૨૧૩ કેસ, તાઇવાનમાં ૧૦,૩૫૯ કેસ અને રશિયામાં ૬,૩૪૧ કેસ નોંધાયા છે. એ જ રીતે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ચેપથી થયેલા મોતના આંકડા જોઇએ તો યુએસમાં ૧૪૦, ફ્રાન્સમાં ૧૭૮, જર્મનીમાં ૧૬૧, બ્રાઝિલમાં ૧૪૦ અને જાપાનમાં ૧૮૦ જણાના મોત થયા છે. 

બીજી તરફ ચીનમાં કોરોનાના કેસોની સંખ્યા કાબૂ બહાર જઇ રહી હોવાનું જણાય છે. ચીનની સરકારે ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યાના મામલે ગરબડ શરૂ કરી દીધી છે. હવે ચીનમાં શ્વાસને લગતી બિમારીઓને કારણે મોત થાય તો તેને પણ કોરોના મરણ ગણવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. ચીન પર હમેશા કોરોનાના આંકડાઓ તથા અન્ય માહિતી છુપાવવાનો આક્ષેપ થતો રહ્યો છે તેમાં હવે ચીને જારી કરેલી નવી ગાઇડલાઇન્સ અનુસાર હવે ન્યુમોનિયા જેવી અન્ય શ્વાસની બિમારીઓને કારણે થતાં મોતને પણ કોરોનાના મરણાંકમાં સામેલ કરવામાં આવશે.  

દરમ્યાન વિવિધ ડેટા મોડેલિંગને આધારે ચીનમાં કોરોના નિયંત્રણો હટાવવાને પગલે બેકાબૂ બનેલા કોરોનાના ચેપને કારણે આગામી થોડા મહિનાઓમાં પંદરથી વીસ લાખ લોકોના મોત થવાની આગાહી કરવામાં આવી છે. ઇકોનોમિસ્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર પંદર લાખ ચીની લોકોના મોત થવાનો અંદાજ છે. ગયા સપ્તાહે લાન્સેટ જર્નલમાં યુકે સ્થિત કંપની એરફિનિટી દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જણાવ્યું હતું કે ચીનમાંથી લોકડાઉન હટાવ્યા બાદ કોરોનાના ચેપને કારણે તેરથી એકવીસ લાખ જેટલા લોકોના મોત થઇ શકે છે. 

ધ લેન્સેટ જર્નલમાં ચાઇનીઝ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેકટર ફેંેગ ઝિયાનને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે કોરોના નિયંત્રણો હટાવ્યા બાદ કોરોનાના ચેપના નવા મોજામાં ૬૦ ટકા વસ્તી એટલે કે ૮૪૦ મિલિયન લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. જો કે એરફિનિટીના અંદાજ અનુસાર ૧૬૭થી ૨૭૯ મિલિયન લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. જેના કારણે તેરથી એકવીસ લાખ લોકોના મોત થવાની સંભાવના છે. ઓકસફર્ડ યુનિવર્સિટીના એપિડિમિયોલોજીના પ્રોફેસર ઝંગમિંગ ચેને ચીની નવા વર્ષની ઉજવણી ટાંકણે જ કોરોના નિયંત્રણો હટાવવાના ચીનની સરકારના નિર્ણયની ટીકા કરતાં જણાવ્યું હતું કે ચીન આ નીતિ પરિવર્તન માટે તૈયાર નથી. સરકારે આ પગલું ભરતાં પૂર્વે રસીકરણને ઉત્તેજન આપવાની જરૂર હતી. પણ છેલ્લા છ મહિનામાં સરકારે સામાન્ય જનતાને કોઇ રીતે આ પરિવર્તન માટે તૈયાર કરી નથી. 

ચીનમાં આઇબુપ્રોફેન સહિત દવાઓની પણ તંગી, દરેક વ્યક્તિને આઇબુપ્રોફેનની છ ગોળીનો ક્વોટા 

ચીનમાં કોરોનાના કેસો અને મરણાંકમાં સતત વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલોમાં બેડની અછત હોવાથી દર્દીઓને હવે ફરસ પર જ સૂવડાવી તેમનો ઇલાજ કરવામાં આવે છે. ડોક્ટર અને નર્સિગ સ્ટાફની સંખ્યા ઓછી છે તો હવે દવાઓની પણ તંગી સર્જાઇ છે. તાવ અને માથાના દુખાવાની દવા  આઇબુપ્રોફેન પણ ચીનમાં આઉટ ઓફ સ્ટોક છે. બે શહેરોમાં રોજ આઇબુપ્રોફેનની ૫૦ લાખ ગોળીઓ પુરી પાડવામાં આવી રહી છે. આમ છતાં  આ દવા મેળવવા માટે સંઘર્ષ કરવો પડે  છે.  સરકારે આઇબુ પ્રોફેનનો ક્વોટા નક્કી કર્યો છે. દવાની દુકાનમાં દરેક વ્યક્તિને   છ જ આઇબુપ્રોફેનની ગોળીઓ આપવામાં આવે છે.

કોરોનાના ચેપને કારણે રોજ મોટી સંખ્યામાં લોકોના મોત થવાને પગલે અંતિમ સંસ્કાર માટે પણ લાઇનો લાગી હોવાના દાવા હોંગકોંગના સાઉથ ચાઇના માર્નિગ પોસ્ટ અખબારમાં કરવામાં આવ્યા છે. આ જ અખબારમાં જણાવ્યા અનુસાર દર્દીઓને આઇબુપ્રોફેન, એસ્પિરિન, વિટામીન સી અને ગળાની ખર્રાશ દૂર કરવાની લાઉન્જેસ સુદ્ધાં દવાની દુકાનોમાંથી ગાયબ થઇ ચૂકી છે.જિયાંશુ પ્રાંતમાં વસતા એક દંપતિએ જણાવ્યું હતું કે દવાઓ માટે એક અઠવાડિયા અગાઉ નોંધણી કરાવી હોવા છતાં તેમને હજી સુધી એકપણ દવા મળી નથી. વુહાનમાં  પણ દવાની તંગી પ્રવર્તી રહી છે. ચીનની દવા કંપની સીઆર હૂબેઇ ફાર્માસ્યુટિક્લ્સેે જણાવ્યું હતું કે વુહાનમાં આ અઠવાડિયાના અંત સુધીમાં રોજ ૩૦ લાખ આઇબુપ્રોફેનની ગોળીઓ પુરી પાડવામાં આવશે. જેમાં ૮૦ ટકા ગોળીઓ મેડિકલ સંસ્થાઓ દ્વારા અને વીસ ટકા ગોળીઓ રિટેઇલ મોડિકલ સ્ટોર્સમાં પુરી પાડવામાં આવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો