કોરોના સામે તૈયાર રહેવા દેશભરમાં જુઓ આજે શું થઈ રહ્યું છે, આરોગ્યમંત્રી પણ એક્શનમાં


દેશમાં આજે યોજાનારી મોક ડ્રીલ ચીનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. કોવિડને ધ્યાનમાં રાખીને, દેશના તમામ જિલ્લાઓમાં આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. દરમિયાન, ઘણા રાજ્યોએ કોવિડને નિયંત્રણમાં રાખવા માટે તેમના પોતાના પગલાંની જાહેરાત કરી છે.

આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડ મોકડ્રીલની સમીક્ષા કરવા સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેની સાથે જ  દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોક ડ્રીલ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, વડાપ્રધાન દ્વારા પણ તમામ નાગરિકને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. હોસ્પીટલમાં આરોગ્ય સ્ટાફની હાજરી અંગે તપાસ અને જાણકારી માટે આરોગ્ય પ્રધાનએ ત્યાં મુલાકાત લીધી હતી.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, જે રીતે વિશ્વમાં કોરોના વધી રહ્યો છે તે રીતે દેશમાં કોરોના ન વધે તે માટે મોકડ્રીલ કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ આદેશ આપ્યો છે. આ મોકડ્રીલ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવી રહી છે, જેથી જો દેશમાં કોરના વધે તો તેની સામે લડી શકાય. આજે મેં સફદરજંગ હોસ્પિટલમાં આ મોકડ્રીલનું સીધું નિરીક્ષણ કર્યું અને આ મોકડ્રીલ દેશની તમામ સરકારી હોય અને ખાનગી હોસ્પિટલોમાં ચાલી રહી છે.

ગુજરાતમાં પણ ચાલી રહી છે મોકડ્રીલ
અમદાવાદમાં પણ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આજે  મોક ડ્રીલ શરુ કરાઈ છે. આ મોકડ્રીલમાં મયેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન હાજર રહ્યા હતા.  એસવીપી હોસ્પિટલ ખાતે  મોકડ્રીલ યોજાઈ હતી. મોક ડ્રીલ દરમિયાન તમામ તબીબ સહીત હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. સુરત, વડોદરા અને રાજકોટ સહિતના જીલ્લામાં મોકડ્રીલ ચાલી રહી છે. કોરોનાથી સાવચેત રહેવા તંત્ર એલર્ટમાં છે. તમામ પ્રકારની તૈયારીઓને હાથ ધરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો