સિક્કિમ દુર્ધટનામાં શહિદ થયેલા 16 જવાનોને આજે પશ્ચિમ બંગાળ ખાતે અપાશે શ્રદ્ધાંજલિ

Image: Twitter (West Bengal Pradesh Mahila Congress)


ઉત્તર સિક્કિમમાં ગઈ કાલે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 16 જવાનો શહિદ થયા હતા. સિક્કિમના ઝેમામાં સેનાની બસ જઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રક ઉંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 3 ઓફિસરો અને 13 જવાનો શહિદ થયા હતા. તેને લઇ આજે પશ્ચિમ બંગાળમાં બાગડોગરા એરપોર્ટ ખાતે અકસ્માતમાં જીવ ગુમાવનારા ભારતીય સેનાના જવાનોનો શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે બપોરે 12.30 થી 2 વાગ્યાની વચ્ચે શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે.

કેવી રીતે થઇ હતી આ મોટી દુર્ઘટના
ગઈ કાલે સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચટનથી થંગુ તરફ જઈ રહ્યા હતો. ગેમા જવાના રસ્તે વળાંક પર એક વાહનના ચાલકે અચાનક વાહન પર કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખીણમાં ખાબક્યું હતું. સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી પુરજોશમાં શરુ કરી દીધી હતી. કહેવાય છે કે, 4 ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 3 જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં શહિદ થયા છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના બહાદુર જવાનોની શહાદત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમએ કહ્યું કે, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો