વર્ષ 2023ને ગુજરાતીઓએ ઉષ્માભેર આવકાર્યું, દેશ સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણી


અમદાવાદ, 1 જાન્યુઆરી 2023 

આખું વિશ્વ  નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતના મેગા સીટી જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ગોઆ અને ગુજરાતમાં પણ તેની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. એકબાજુ લોકો નવા વર્ષના સ્વાગત માટે ફેમીલી સાથે હોલી-ડે પર જતા હોય છે ત્યારે અમુક લોકો તેની ઉજવણી ઘર આંગણે જ કરતા હોય છે. વર્ષના પહેલા દિવસની શરૂઆત જ રવિવારથી થતી હોય ત્યારે તેની ઉજવણી વધારે ધામધૂમ પૂર્વક થઈ છે.  ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં લોકોએ ઉત્સાહભેર નવા વર્ષને વધાવ્યું હતું. તો નવા વર્ષની ઉજવણી માટે આ વખતે પોલીસે પણ સખત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અ

ગુજરાતમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગ પર ખાસ નજર રખાઈ હતી. આ સાથે મહિલાઓની સુરક્ષાને લઈને પણ ખાસ આયોજન કરાયું હતું. યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટેની વ્યવસ્થા કરી હતી . શી-ટીમની વ્યવસ્થા પોલીસ દ્વારા થઈ હતી. આ સાથે દારૂબંધી માટેની કડક અમલવારી પણ કરી હતી. 

વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં શનિવાર રાતના 8 થી રવિવાર સવારના 3 વાગ્યા સુધી સિંધુ ભવન રોડ પર 'નો પાર્કિગ ઝોન' એલર્ટ કરાયું હતું અને CG રોડ પણ શનિવાર સાંજથી બંધ કરાયો હતો. મદાવાદમાં ઘણી બધી  જગ્યાએ નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીના આયોજન થયા હતા.     

આજે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પણ વિશ્વના નવા વર્ષની પ્રથમ ઉજવણી જોવા મળી હતી. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર છે. ઓકલેન્ડના સૌથી પ્રખ્યાત સ્કાય ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી સુશોભિત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ  ઉજવણી દરમિયાન સ્કાયટાવર પરથી ફટાકડા પણ ફૂટતા દેખાયા હતા. 

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે