મહારાષ્ટ્રમાં ગઠબંધન પર સંકટના વાદળ, જાણો શું છે શિંદે-ફડણવીસ વચ્ચે મતભેદનું કારણ

Image: Twitter


મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સીમા વિવાદ પર  અથડામણ હજુ સુધી પૂરી થઈ નથી. તેને લઇ રાજ્યની અંદર રાજનૈતિક ગણિતમાં ભાગલા પડવાના અહેવાલો મળી રહ્યા છે. તાજેતરમાં કર્ણાટકના વિસ્તારને લઈને મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ લાવવા સંબંધિત છે. મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર વડણવીસ પ્રસ્તાવને લઈને એકમત નથી. આ પ્રસ્તાવ પર બંને નેતાઓના મત અલગ-અલગ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, સરકારના બે ટોચના નેતાઓ વચ્ચેની ટકરાવથી ગઠબંધન પર સંકટ આવી શકે છે.

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેમની પાર્ટી કર્ણાટક સાથેના સરહદ વિવાદ અંગે આજે વિધાનસભામાં ઠરાવ લાવી શકે છે. જોકે, રાજ્યમાં ભાજપની નેતાગીરી તરફથી આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. એવું જાણવા મળી રહ્યું છે કે, ભાજપ કર્ણાટકમાં તેની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ આ મુદ્દો ઉશ્કેરવા માંગતી નથી. અને એ પણ એવા સમયે જ્યારે કર્ણાટકમાં પણ આવતા વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

અહેવાલો અનુસાર, શિંદેના મંત્રીની જાહેરાત છતાં, કર્ણાટક સરહદ વિવાદને લઈને સરકાર તરફથી સોમવારે કોઈ પ્રસ્તાવ લાવવાની કોઈ વાત નથી.  શિવસેનાના નેતાઓના જણાવ્યા અનુસાર, વિધાનસભામાં આ પ્રસ્તાવ અંગે કોઈ સૂચના રજુ કરવામાં આવી નથી. વાસ્તવમાં ભાજપના નેતાઓ સરહદ વિવાદ પર કર્ણાટક દ્વારા જારી કરાયેલા ઠરાવનો વિરોધ કરવાના પક્ષમાં નથી. તેમનું માનવું છે કે આમ કરવાથી પાર્ટીને આવતા વર્ષે કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો કે, આ પ્રસ્તાવ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને તેને શિયાળુ સત્રના અંતે વિધાનસભામાં લાવવામાં આવી શકે છે. શિંદે તરફી નેતાઓ કહે છે કે, મુખ્યમંત્રી આ પ્રસ્તાવ લાવવાની તરફેણમાં છે કારણ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિપક્ષ તેમના પર હુમલો કરી રહ્યો છે. ઘણા વિપક્ષી નેતાઓએ શિંદે પર કર્ણાટકના મુખ્યમંત્રીની સરખામણીમાં સરહદ વિવાદ પર ખૂબ નબળા હોવાનો આરોપ લગાવ્યો છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો