UGCનો મોટો ફેરફારઃ 3 વર્ષનો ઓનર્સ કોર્સ કે 4 વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ, યુનિવર્સિટીઓ પોતે નક્કી કરશે


IMAGE PIXABAY

નવી દિલ્હી, 14 ડિસેમ્બર 2022, બુધવાર

UGC એ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે નવા ક્રેડિટ અને અભ્યાસક્રમ ફ્રેમવર્કની જાહેરાત કરી, જેમાં ઓનર્સ ડિગ્રી કોર્સને ચાર વર્ષના પ્રોગ્રામ તરીકે વ્યાખ્યાયિત કર્યા. યુજીસીના ચેરમેન પ્રોફેસર એમ જગદેશ કુમારે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ ત્રણથી ચાર વર્ષના કાર્યક્રમો વચ્ચે પસંદગી કરી શકે છે. તેમણે કહ્યું કે તે યુનિવર્સિટીઓ પર છોડી દેવામાં આવ્યું છે કે તેઓ શું શીખવવા માંગે છે અથવા તેઓ કયા અભ્યાસક્રમો ચલાવવા માંગે છે. વિદ્યાર્થીઓની માંગણીઓ અને જરૂરિયાતોને આધારે તેઓ પોતે આ અંગે નિર્ણય લઈ શકે છે.

નિયમોમાં રાહત અને વધુ સુવિધાઓ મળશે
UGCએ બહાર પાડેલા નવા અભ્યાસક્રમ અંતર્ગત નિયમોમાં રાહત રહેશે અને વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ મળશે. વિદ્યાર્થીઓ ચાર વર્ષ અંડરગ્રેજ્યુએટ કર્યા બાદ હવે પીએચડી કરી શકશે. તેમને માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ્સમાં એડમિશન લેવાની જરૂર રહેશે નહીં. જે વિદ્યાર્થીઓએ એક કે બે સેમેસ્ટર્સ પૂર્ણ કર્યાં હોય તેમને પસંદ કરેલા વિષયમાં સર્ટીફિકેટ મળશે. જ્યારે વિદ્યાર્થીઓને બે વર્ષ કે ચાર સેમેસ્ટર કર્યા બાદ ડિપ્લોમા મળશે. સાથે જ બેચલર ડિગ્રી ત્રણ વર્ષ કે 6 સેમેસ્ટર બાદ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીને ચાર વર્ષ કે આઠ સેમેસ્ટર પૂર્ણ થવા પર ઓનર્સ ડિગ્રી આપવામાં આવશે. ચોથા વર્ષ પછી, જે વિદ્યાર્થીઓએ પ્રથમ 6 સેમેસ્ટરમાં 75 ટકા અથવા તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓ રિસર્ચ વર્ક પસંદ કરી શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો