શ્રેયસ-અશ્વિને બાંગ્લાદેશનું સપનું તોડ્યું, ભારતે મીરપુર ટેસ્ટની સાથે સીરિઝ પણ જીતી
Image : ICC Twitter |
મીરપુર, 25 ડિસેમ્બર 2022, રવિવાર
ભારતે બાંગ્લાદેશ સામેની મીરપુર ટેસ્ટ પણ જીતી લીધી છે. મેચના ચોથા દિવસની શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે ભારત આ મેચ હારી શકે છે, પરંતુ શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાનું ગૌરવ બચાવી લીધું અને ભારતે મેચ જીતી લીધી. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ 2-0થી જીતી લીધી છે. ભારત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે બાંગ્લાદેશ સામેની બીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સીરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. ટેસ્ટ શ્રેણી જીતવાની સાથે ભારત વનડે શ્રેણીમાં મળેલી હારનો બદલો લઈ લીધો હતો. ભારતને બાંગ્લાદેશે વનડે શ્રેણીમાં 2-1થી હાર આપી હતી. ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જો ભારત આ ટેસ્ટ હારી હોત તો ટીમ ત્રીજા સ્થાને પહોંચી હોત. આ જીતથી ભારત માટે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે રમવાનો માર્ગ મોકળો કરી થઈ ગયો છે.
ભારતને જીતવા માટે માત્ર 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો
બાંગ્લાદેશનો બીજો દાવ 231 રનમાં સમેટાઈ ગયો હતો અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 145 રનનો લક્ષય મળ્યો હતો. આ પહેલા મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ ઈંનિગમાં 227 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે પ્રથમ ઈંનિગમાં 314 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે પ્રથમ ઈંનિગમાં 87 રનની લીડ મળી હતી. ભારત તરફથી રિષભ પંતે 104 બોલમાં 93 અને અય્યરે 105 બોલમાં 87 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 159 રનની ભાગીદારી થઈ હતી. જોકે, બંને ખેલાડીઓ સદી ચૂકી ગયા હતા.
Comments
Post a Comment