ભારત-ચીન વચ્ચે ઘર્ષણ મુદ્દે અમેરિકાનું નિવેદન, અમે ખુશ છીએ કે...
IMAGE : Twitter |
અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયલા ઘર્ષણ પર હવે અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે, તે ભારતની સાથે છે. ચીન ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકા હંમેશા તેના મિત્ર દેશો સાથે જ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન વહીવટીતંત્ર ખુશ છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં અથડામણ બાદ ભારત અને ચીન બંને તરત જ છૂટા પડી ગયા હતા. એક અહેવાલ મુજબ, અમેરિકા બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઉપરાંત તેઓ બંને પક્ષોને વિવાદિત સરહદો પર ચર્ચા કરવા માટે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવા પ્રોત્સાહિત કરે છે.
અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં શુક્રવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં તૈનાત ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે. શુક્રવારની અથડામણમાં ઘાયલ થયેલા ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકોની સંખ્યા કરતા વધુ જણાવવામાં આવી રહી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં આપ્યું નિવેદન
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં કહ્યું કે, ભારતીય સેનાના સૈનિકોએ 9 ડિસેમ્બરે અરુણાચલના તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું ઉલ્લંઘન કરવા બદલ ચીની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે. હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે કોઈ ભારતીય સૈનિક માર્યો ગયો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. હું ગૃહને આશ્વાસન આપું છું કે આપણી સેના દેશની પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરી શકે છે. આપણી સેના કોઈપણ અતિક્રમણનો સામનો કરવા તૈયાર છે. મને ખાતરી છે કે ગૃહ તેનું સમર્થન કરશે.
Comments
Post a Comment