9 વર્ષનો હતો ત્યારે IPL જોઈ જોઈને ક્રિકેટ રમતા શીખ્યો, આજે લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
Image : IPL and Sam curran Twitter |
કોચી, 24 ડિસેમ્બર 2022, શનિવાર
IPL 2023 માટે ગઈકાલે કોચીમાં મીની ઓક્શન થયુ હતુ. આ ઓક્શનમાં IPL લીગના ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ બની ગયો હતો. ઓકશનમાં ઈંગ્લેન્ડના યુવા ખેલાડીને એટલી મોટી રકમ મળી જે આજ સુધી વિશ્વના કોઈ પણ પ્રખ્યાત ક્રિકેટરને મળી નથી. ઈંગ્લેન્ડના 24 વર્ષીય ઓલરાઉન્ડર સેમ કરનને પંજાબ કિંગ્સએ 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPLની પ્રથમ સિઝન સમયે સેમ કરન 9 વર્ષનો જ હતો
IPLની પ્રથમ સિઝન જ્યારે 2008માં શરુ થઈ ત્યારે સેમ કરનની ઉમર 10 વર્ષ કરતા પણ નાની હતી. ક્રિકેટર બનવાનું સપનું જોનાર સેમ કરને ટીવી પર IPLની પહેલી સિઝન જોઈ હતી. તે સમયે કોને ખબર હતી કે એકદિવસ આ બાળક 2023માં IPL લીગનો સૌથી મોંઘો ખેલાડી બની જશે. IPL દરમિયાન આપેલા એક ઈન્ટરવ્યુમાં સેમ કરને કહ્યું હતું કે IPLની શરૂઆત થઈ ત્યારે મારી ઉમર માત્ર 9 વર્ષની જ હતી. તેણે કહ્યુ હતું કે તે તેના પિતા સાથે તેના ઘરની પાછળના યાર્ડમાં ક્રિકેટ રમતો હતો.
પોતાના કેપ્ટનને પાછળ રાખી દીધો
IPLના ઓક્શનમાં સેમ કરનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી અને આ ઓલરાઉન્ડરને તેના કરતા 9 ગણી વધુ કિંમત મળી હતી. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં અને હેરી બ્રુકને સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડમાં ખરીદ્યો હતો. સેમ કરને આ મામલે પોતાના દેશના જ કેપ્ટનને પાછળ રાખી દીધો હતો. સેમ કરન પહેલા IPLનો સૌથી મોંઘો ખેલાડી દક્ષિણ આફ્રિકાનો ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ હતો.
Comments
Post a Comment