આજે વીર બાળ દિવસ : PM મોદીની ઉપસ્થિતિમાં દિલ્હીમાં યોજાશે ઐતિહાસિક કાર્યક્રમ

Image - PMO Twitter

નવી દિલ્હી, તા.26 ડિસેમ્બર-2022, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં વીર બાલ દિવસના અવસર પર ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ વર્ષે 9 જાન્યુઆરીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

આ દિવસે શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને સાહિબજાદા બાબા ફતેહ સિંહે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.

આ અવસરે વડાપ્રધાન લગભગ ત્રણસો બાળકો દ્વારા રજૂ કરાયેલા શબદ-કીર્તનમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી લગભગ 3,000 બાળકોની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે