ભારતમાં પેટ્રોલના ભાવ અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછા : હરદીપ સિંહ પુરી
IMAGE : SansadTV TWITTER |
નવી દિલ્હી, 16 ડિસેમ્બર 2022, શુક્રવાર
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે વર્તમાન વૈશ્વિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવને જોતા ભારતમાં પેટ્રોલના ભાવ અન્ય દેશોની સરખામણીમાં કદાચ સૌથી ઓછા છે. વર્ષ 2021-2022ના સમયગાળામાં ભારતમાં પેટ્રોલના ભાવમાં માત્ર બે ટકાનો વધારો થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો હતો.
કેન્દ્રએ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી : હરદીપ સિંહ પુરી
ગઈકાલે પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોના જવાબમાં, તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા એક્સાઇઝ ડયુટી ઘટાડ્યા પછી કેટલાક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે વેટ ઘટાડ્યો હતો, જ્યારે કેટલાક વિપક્ષ શાસિત રાજ્યોએ આમ કર્યુ ન હતુ. હું જણાવવા માંગુ છું કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને ઝારખંડે તેમના ટેક્સમાં ઘટાડો કેમ કર્યો નથી. કેન્દ્ર સરકારે ભાવને વાજબી સ્તરે જાળવી રાખવા માટે નવેમ્બર, 2021 અને મે, 2022માં બે વખત એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો.
અન્ય રાજ્યોએ પણ વેટ ઘટાડ્યો : હરદીપ સિંહ પુરી
પુરીએ કહ્યું હતુ કે મને તમને જણાવતા આનંદ થાય છે કે કેટલાક અન્ય રાજ્યોએ પણ વેટ ઘટાડ્યો છે. કેટલાક રાજ્યો રૂ. 17ના દરે વેટ વસૂલ કરી રહ્યા છે અને અન્ય બિન-ભાજપ રાજ્યો રૂ. 32ના દરે વેટ વસૂલે છે. આજે પેટ્રોલની કિંમત કેટલીક જગ્યાએ 100 રૂપિયા પ્રતિ લીટર છે અને કેટલીક જગ્યાએ આ કિંમત 8-10 રૂપિયા સસ્તી છે જેનુ આ જ કારણ છે.આજે મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે વૈશ્વિક સ્તરે હું ભૌગોલિક રાજનીતિની વાત કરી રહ્યો છું ત્યારે આપણે ઘણી અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Comments
Post a Comment