પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બહાર, સ્ટાર પ્લેયરે સંન્યાસ લઈ લીધો

Image Twitter











તા. 16 ડીસેમ્બર 2022, શુક્રવાર 

ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં મોટી પછડાટ આપી છે. ઈંગ્લિશ ટીમે ત્રણ ટેસ્ટની સીરિઝમાં 2-0થી બઢત મળવી છે. ત્રીજી મેચ કરાચીમાં શનિવારે રમાનારી છે જે સ્ટાર પ્લેયર અઝહર અલીના કરિયરની અંતિમ ટેસ્ટ હશે. અઝહરે આ મેચ બાદ ટેસ્ટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે મોટો ફટકો પડ્યો છે કારણ કે પોતાના જ ઘરમાં ઈંગ્લેન્ડ ટીમ સામે ટેસ્ટ સીરીઝ તો હારી જ ગઈ છે, પરંતુ સાથે તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી પણ બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ ત્રણ ટેસ્ટની સીરિઝમાં 2-0થી શ્રેણી જીતી લીધી છે.

ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ મચ્યો છે. કેપ્ટન બાબર આઝમ અને બાકી ખેલાડીઓની સાથે સિલેક્ટર્સ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પણ ભારે ટીકા થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એક સ્ટાર ખેલાડી અઝહર અલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

અઝહર અલી 37 વર્ષનો છે અને તેની છેલ્લી ટેસ્ટ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ હશે તેની જાહેરાત તેણે કરી છે. અઝહરે અત્યાર સુધી 96 ટેસ્ટમાં 42.49ની એવરેજ થી 7097 રન બનાવ્યાં છે. તેના નામે 19 સદી અને 35 અર્ધ સદી છે જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર વિન્ડીઝ સામે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં અણનમ 302 રન હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો