VIDEO: આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ મચતા 8 ના મોત

અમરાવતી, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના નેતા ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગ મચી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની આશંકા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે. ચંદ્રબાબુ નાયડુની જનસભા નેલ્લોર જિલ્લાના કુંદુકુરમાં યોજવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના દરમિયાન લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આમાંથી કેટલાક લોકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર જનસભા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ હતી, ત્યારબાદ નાસભાગ મચી.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ ઘટના અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રમેશ નાયડુ નામના યુઝર દ્વારા આ ઘટનાના વીડિયો શેર કરાયા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, આ રોડ-શોમાં ઘણા લોકોની ચહલ-પહલ જોવા મળી રહી છે. તો હોસ્પિટલમાં પણ ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો