PM મોદી અંગે બિલાવલ ભુટ્ટોની ટિપ્પણી પર ભારતમાં આક્રોશ, BJPનું સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન


- વિદેશ મંત્રાલયે પણ વડાપ્રધાન મોદી અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રીની ટિપ્પણીને લઈને ફટકાર લગાવી

નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર 2022, શનિવાર

ભારતીય જનતા પાર્ટી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કરેલી અપમાનજનક ટિપ્પણી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. બીજેપીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના કાર્યકરો પાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળા દહન કરશે અને તેમના શરમજનક નિવેદનની સખત નિંદા કરશે.

ભાજપે પીએમ મોદી વિરુદ્ધ બિલાવલ ભુટ્ટોની ટિપ્પણીને અત્યંત અપમાનજનક અને કાયરતાથી ભરેલી ગણાવી છે. ભાજપે કહ્યું કે, આ ટિપ્પણી પાકિસ્તાનની ઘટી રહેલી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતાથી વૈશ્વિક ધ્યાન હટાવવા માટે આપવામાં આવી છે.

પાકિસ્તાની હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન

આ પહેલા શુક્રવારે પણ ભાજપના કાર્યકર્તાઓએ પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદન સામે દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપે આક્ષેપ કર્યો હતો કે, નિવેદનનો હેતુ વિશ્વને ગેરમાર્ગે દોરવાનો, પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતા, પાકિસ્તાન અને સેના વચ્ચે વધતા મતભેદો, તેના બગડતા વૈશ્વિક સંબંધોથી વિશ્વનું ધ્યાન હટાવવાનો છે. ભાજપે કહ્યું કે ભારતની વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે જ્યારે પાકિસ્તાનને નાના દેશો તરફથી પણ પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાજપે કહ્યું, એક બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમના નેતૃત્વમાં ભારતે વિવિધ વૈશ્વિક મંચો પર અમિત છાપ છોડી છે. બીજી તરફ પાકિસ્તાન છે જેને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉપહાસ અને અપમાનનો સામનો કરવો પડ્યો છે. એક તરફ ભારતની વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાનને નાના દેશોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

વધુ વાંચો: વડાપ્રધાન મોદી અંગે અભદ્ર ટિપ્પણી કરી પાકિસ્તાને હલકાઈની હદ વટાવી

બિલાવલ ભૂટ્ટો પર સાધ્યું નિશાન

બીજેપીએ કહ્યું કે બિલાવલ ભુટ્ટોએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો તે અત્યંત નિંદનીય છે. ઉપરાંત તે રાજકારણની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરતું નથી અને જાહેર જીવનમાં શિષ્ટતાની મર્યાદાને પણ વટાવે છે. બીજેપીએ વધુમાં કહ્યું કે, શું બિલાવલ ભુટ્ટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ એક સાચા રાજનેતા અને અત્યંત આદરણીય વૈશ્વિક નેતા છે તેના વિશે ટિપ્પણી કરવાની પણ ક્ષમતા ધરાવે છે! બિલાવલ ભુટ્ટોના આ આક્રોશભર્યા નિવેદનથી વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની છબી વધુ ખરડાઈ છે.

વિદેશ મંત્રાલયે લગાવી ફટકાર

વિદેશ મંત્રાલયે પણ વડાપ્રધાન મોદી અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રીની ટિપ્પણીને લઈને ફટકાર લગાવી અને કહ્યું કે, તે ટિપ્પણીઓ પાકિસ્તાન માટે પણ એક નવું નીચલું સ્તર છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો