ભારતની બાંગ્લાદેશને 188 રને હરાવી ટેસ્ટ સિરીઝમાં 1-0થી લીડ, સતત 10મી જીત
IMAGE : TWitter |
અમદાવાદ, 18 ડિસેમ્બર 2022, રવિવાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ચિત્તાગાંવ ટેસ્ટ મેચમાં ભારતનો 188 રને વિજય થયો છે. આ સાથે જ ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 513 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ 324 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. બાંગ્લાદેશના ઓપનર ઝાકિર હસને 100 રનની સદી ફટકારી હતી શાકિબ અલ હસને 84 રનની ઇનિંગ રમી હતી જ્યારે નજમુલ હુસૈને 67 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે સ્પિનર અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, અશ્વિન અને કુલદીપ યાદવે તેને સારો સાથ આપ્યો હતો. ભારત તરફથી શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારાએ સદી ફટકારી હતી. ચેતેશ્વર પુજારાની ચાર વર્ષ બાદ સદી આવી હતી અને તેની ટેસ્ટ ક્રિકેટમાં 19મી સદી ફટકારી હતી જ્યારે શુભમન ગિલની ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી હતી.
WHAT. A. WIN! 👏👏#TeamIndia put on an impressive show to win the first #BANvIND Test by 188 runs 🙌🙌
— BCCI (@BCCI) December 18, 2022
Scorecard ▶️ https://t.co/CVZ44N7IRe pic.twitter.com/Xw9jFgtsnm
કુલદીપ યાદવએ આ ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં કુલદીપે ભારતના પ્રથમ દાવમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને આ ડાબોડી સ્પિનરે મેચની બાંગ્લાદેશની પ્રથમ ઈનીંગમાં 5 વિકેટ પોતાના નામે કરી લીધી છે. જ્યારે બીજી ઈનીંગમાં 3 વિકેટ લીધી હતી.
ચિત્તાગોંગ ટેસ્ટનો પાંચમો દિવસ
ભારતે રમતના અંતિમ દિવસના એક કલાકમાં જ આ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશે આજે છ વિકેટે 272 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ચિત્તાગોંગ ટેસ્ટમાં પાંચમા દિવસની રમતમાં મોહમ્મદ સિરાજે દિવસની પ્રથમ ઓવર ફેંકી હતી. ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી. હવે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી મીરપુરમાં રમાશે.
Comments
Post a Comment