સીનિયર સિટીઝનોને રેલ મુસાફરીમાં રાહત આપવાના મૂડમાં નથી સરકાર, જાણો શુ છે કારણો..

Image Pixabay












નવી દિલ્હી, તા. 14 ડીસેમ્બર 2022, બુધવાર

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરતાં કહ્યુ કે રેલ્વેમાં સીનિયર સિટીઝનોને આપવામાં આવતી છૂટ હાલ શરૂ કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે રેલ્વેનું પેન્શન અને પગાર બિલ ઘણું વધારે છે અને આ સિવાય ગયા વર્ષે ભારતીય રેલ્વેએ પેસેન્જર સંબંધિત સેવાઓ માટે 59000 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. આ સંસદમાં કેન્દ્રીય મંત્રીને અપક્ષ સાંસદ નવનીત રાણાના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું હતું. 

રેલ્વેએ કોવિડ-19ની શરૂઆત પછી આ રાહત બંધ કરી દીધી હતી. રેલ્વે મંત્રીએ રેલ્વે દ્વારા કરવામાં આવેલ ખર્ચ પણ ઉમેર્યો હતો. તેમણે કહ્યું કે ગયા વર્ષે સબસિડી માટે 59,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જે ઘણા રાજ્યોના વાર્ષિક બજેટ કરતા વધુ છે. આ સાથે રેલ્વે દર વર્ષે પેન્શન પર 60000 કરોડ અને પગાર પર 97000 કરોડ ખર્ચ કરી રહી છે. આ સાથે ઈંધણ માટે 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મુસાફરોને નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેમણે લોકોને રેલવેની વર્તમાન સ્થિતિ પર ધ્યાન આપવાની અપીલ કરી હતી.

રેલ્વે દ્વારા દરેક પેસેન્જર માટે ડિસ્કાઉન્ટ
આ સિવાય સાંસદસભ્ય સુરેશ ધાનોરકરના આવા જ એક પ્રશ્નના જવાબમાં  કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું કે દરેક યાત્રીને લગભગ 55 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, રેલ્વેએ એક મુસાફરની મુસાફરી માટે સરેરાશ 1.16 રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડે છે, જ્યારે ભાડું માત્ર 40-48 પૈસા જ લેવામાં આવે છે.

પ્રદૂષણ મુક્ત રેલવે માટે ભારતીય એન્જિનિયરો હાઇડ્રોજન ટ્રેનની ડિઝાઇન કરી રહ્યા છે.
સાંસદસભ્ય સુરેશ ધાનોરકરે પૂછ્યું હતું કે શું વરિષ્ઠ નાગરિકો અને પરવાનગી ધરાવતા પત્રકારોને ટિકિટમાં છૂટ મળવાનું શરૂ થશે? તો આ પ્રશ્ન સિવાય, અશ્વિની વૈષ્ણવે વંદે ભારત ટ્રેન વિશે પણ ઘણી વાતો કરી. તેમણે કહ્યું કે હાલમાં આ ટ્રેનો મહત્તમ 550 કિલોમીટરના અંતર માટે ચલાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર હાલમાં આમાં માત્ર બેસવાની જ વ્યવસ્થા છે, પરંતુ ટૂંક સમયમાં રેલ્વેમાં ઊંઘવાની સુવિધા સાથે લાંબા અંતરની વંદે ભારત ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે 2030 સુધીમાં રેલવેએ પ્રદૂષણ મુક્ત બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર ભારતીય એન્જિનિયરો આ માટે હાઇડ્રોજન ટ્રેનની ડિઝાઇન અને વિકાસ કરી રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો