પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજભવન ખાતે રાજ્યપાલે શપથ લેવડાવ્યા


રાજ્યપાલ દ્વારા  ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. આ અવસરે  મુખ્યમંત્રી, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રીમંડળના મંત્રીઓ તેમજ રાજ્ય સરકારના સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત, વિધાનસભા સચિવાલય ખાતે  અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે  મુખ્ય પ્રધાન  ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે.બપોરે 12:00 વાગ્યે સૌ પ્રથમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને શપથ અપાવશે. ત્યારબાદ અધ્યક્ષ રહી ચૂકેલા રમણલાલ વોરા અને પછી ગણપત વસાવાને શપથ અપાવશે.  શપથવિધી પહેલા આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. તેમાં મુખ્યમંત્રી સહિતના  ભાજપના 156  ધારાસભ્યો હાજર રહેશે. ઉપરાંત, આવતી કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર  મળશે. આ સત્રનું સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે.

સતત બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળ્યો

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળી લીધો છે. ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ  ગાંધીનગર ખાતે શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે. શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને પણ મળ્યા હતાં. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો