ઈમરાને BJPના વખાણ પણ કર્યા અને ટીકા પણ કરી : ભારતના પણ ભરપૂર વખાણ કર્યા
Image Source by - wikipedia |
ઈસ્લામાબાદ, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના સુપ્રીમો ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિનો જોરદાર વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા હતા ત્યારે ભારત સાથે સારા સંબંધો ઈચ્છતા હતા.
ઈમરાન ખાને વધુમાં કહ્યું કે, તેઓ ઈચ્છતા હતા કે ભારતમાં BJPની સરકાર બને, કારણ કે તેમને વિશ્વાસ હતો કે, ભાજપ તે પક્ષ છે જે કાશ્મીર વિવાદનો ઉકેલ લાવી શકે છે. જોકે આ દરમિયાન તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભાજપે પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન કરાવ્યું. પૂર્વ વડાપ્રધાને સ્પષ્ટપણે સ્વીકાર્યું કે માત્ર તેઓ જ નહીં પરંતુ જનરલ બાજવા પણ ભારત સાથે સારા સંબંધો ઈચ્છતા હતા. પરંતુ ભાજપે પાકિસ્તાનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
ઉલ્લેખનિય છે કે, હાલના દિવસોમાં ઈમરાન ખાન પાકિસ્તાનમાં રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બગાડવાનો ઈરાદો ધરાવે છે. ઈમરાન વહેલી ચૂંટણી યોજવા ઈચ્છે છે અને તે અંગે સતત પ્રદર્શનો કરી રહ્યા છે. લગભગ દોઢ મહિના પહેલા તેમના કાફલા પર પણ ગોળીબાર થયો હતો જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
Comments
Post a Comment