ચીનની ગંભીર હાલતથી WHO પણ ચિંતિત, રિયલ ટાઇમ ડેટાની કરી માંગ


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચીનમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈને ચિંતિત છે.  WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચીનની બગડી રહેલી હેલ્થકેર સિસ્ટમને મદદ આપવામાં આવશે. તેની સાથે જ ચીનની સરકારને કોરોનાવાયરસને ટ્રેક કરવા અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને રસી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તાજેતરમાં, WHOના ડાયરેક્ટર-જનરલએ  ચીની અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ફરીથી ચીનમાં કોરોના રોગચાળાની સ્થિતિ પર રીઅલ-ટાઇમ ડેટાની માંગ કરી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડબ્લ્યુએચઓએ ચીન પાસે જેનેટિક સીક્વેન્સિંગ, હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુ થયેલા વ્યક્તિ, અને ખાસ કરીને નબળા અને સંવેદનશીલ લોકો સહિત રોગની અસર અંગે ચર્ચા કરી હતી. આ માહિતી WHO વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.  60 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણ અંગેનો ડેટા પણ માંગવામાં આવેલો છે. વધુમાં, WHOએ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને ગંભીર બીમારી અને મૃત્યુથી બચાવવા માટે રસીકરણ અને બૂસ્ટરના મહત્વનો પુનરોચ્ચાર કર્યો.

WHOના ડાયરેક્ટર-જનરલ સાથેની બેઠક દરમિયાન, ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગ, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ અને નિવારણ વહીવટીતંત્રના અધિકારીઓએ વ્યૂહરચના, રોગચાળા, વિવિધ દેખરેખ, રસીકરણ, દૈનિક સંભાળ, સંદેશાવ્યવહાર, સંશોધન અને વિકાસ વિશે ચર્ચા કરી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે