વર્લ્ડકપમાં ગોલ્ડન બુટ માચે મેસ્સી-એમબાપ્પે વચ્ચે ટક્કર, રેસમાં અલ્વારેઝ-ગિરોડ પણ સામેલ

IMAGE : Twitter












અમદાવાદ, 18 ડિસેમ્બર 2022, રવિવાર

FIFA વર્લ્ડકપની ફાઇનલ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. આ ફાઈનલ મેચમાં સૌની નજર લિયોનેલ મેસ્સી અને કાઈલીયન એમબાપ્પે પર હશે. આ વર્લ્ડકપમાં આ બંને ખેલાડીએ હાલમાં 5-5 ગોલ કર્યા છે અને બંને ખેલાડી ગોલ્ડન બૂટની રેસમાં પણ સૌથી આગળ છે. આજે FIFA વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં ફ્રાન્સનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે. ફ્રાન્સે મોરોક્કોને હરાવી અને આર્જેન્ટિનાએ ક્રોએશિયાને હરાવી ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન પ્રાપ્ય કર્યુ હતુ. ફ્રાન્સની ટીમ ડિફેન્ડીંગ ચેમ્પિયન છે અને ફિફામાં બંને ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. લિયોનેલ મેસીની આર્જેન્ટીનાની ટીમ 36 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરીને ચેમ્પિયન બનવા માંગશે. ફિફાની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી દોહાના લુસેલ સ્ટેડિયમમાં રમાશે.

ગોલ્ડન બૂટ માટે મેસ્સી-એમબાપ્પે વચ્ચે હરીફાઈ
ફાઈનલ મેચમાં લિયોનેલ મેસ્સી અને કૈલીયન એમબાપ્પે વચ્ચે રસપ્રદ હરીફાઈ જોવા મળશે.  મેસ્સી અને એમબાપ્પે ફ્રેન્ચ ક્લબ PSG માટે ક્લબ ફૂટબોલ રમે છે બંને ગોલ્ડન બૂટની રેસમાં પણ સૌથી આગળ છે. ફૂટબોલ વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ મળે છે. જો બંને ખેલાડી સરખા ગોલ ફટકારે છે તો ગોલ્ડન બૂટ કોને મળશે. 

શું આ ગોલ્ડન બુટનો નિયમ છે?
જો બે ખેલાડીઓએ સરખા ગોલ કર્યા તો તે જોવામાં આવશે કે કયા ખેલાડીએ પેનલ્ટીની મદદથી ઓછા ગોલ કર્યા છે. જો બંને દ્વારા પેનલ્ટી પર કરવામાં આવેલ ગોલ સમાન હોય તો જેણે સૌથી વધુ મદદ કરી હોય તેને એવોર્ડ મળશે. જો બંનેના આસિસ્ટ પણ સમાન હોય તો એવોર્ડ એવા ખેલાડીને આપવામાં આવશે જેણે મેદાન પર સૌથી ઓછો સમય વિતાવ્યો હોય છે.

આ રેસમાં એમબાપ્પે આગળ છે
ફિફાના નિયમ પ્રમાણે એમબાપ્પે ગોલ્ડન બુટ માટે આગળ છે કારણ કે મેસ્સીએ તેના પાંચમાંથી ત્રણ ગોલ પેનલ્ટી કિક દ્વારા કર્યા છે. મેસ્સીએ સાઉદી અરેબિયા, નેધરલેન્ડ, ક્રોએશિયા ત્રણેય સામે પેનલ્ટીમાંથી એક-એક ગોલ કર્યો હતો.  એમબાપ્પેએ તમામ પાંચ ગોલ આઉટફિલ્ડ મારફતે કર્યા છે. જો એમ્બાપ્પે પોતાની લીડ જાળવી રાખશે તો તે ગોલ્ડન બૂટ જીતનાર પ્રથમ ફ્રેન્ચ ખેલાડી બની જશે. વર્ષ 1958ના વર્લ્ડ પમાં જસ્ટ ફોન્ટેને રેકોર્ડ 13 ગોલ કર્યા હતા જો કે તે સમયે ગોલ્ડન બૂટ એવોર્ડ આપવાની પ્રથા થઈ ન હતી.

આ રેસમાં અલ્વારેઝ-ગિરોડ પણ સામેલ
ગોલ્ડન બૂટ એવોર્ડની શરૂઆત વર્ષ 1982ના ફૂટબોલ વર્લ્ડકપથી કરવામાં આવી હતી. અગાઉ આ એવોર્ડ ગોલ્ડન શૂ તરીકે ઓળખાતો હતો પરંતુ વર્ષ 2010માં તેને બદલીને ગોલ્ડન બૂટ કરવામાં આવ્યો હતો. ગોલ્ડન બૂટની લડાઈમાં કૈલીયન એમબાપ્પે અને મેસ્સી વચ્ચે રેસ હોય પરંતુ ફ્રાન્સના ઓલિવિયર ગિરોડ અને આર્જેન્ટિનાના જુલિયન અલ્વારેઝ પણ આ રેસમાં સામેલ છે. અલ્વારેઝ અને ગીરોડે આ વર્લ્ડકપમાં 4-4 ગોલ કર્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો